Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એશિઝ ટેસ્ટ સીરીઝના પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૧૦ વિકેટે હરાવ્યું હતું. બ્રિસબન ખાતે રમાતી આ પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાને જીત માટે ફક્ત ૫૬ રનની જરૂર હતી. તથા બંને ઓપનર્સ કેમેરોન બેનક્રોફટ અને ડેવિડ વોર્નરે અનુક્રમે ૮૨ તથા ૮૭ રનની અણનમ પારી રમી ઓસ્ટ્રેલિયાને ૧૦ વિકેટે જીત અપાવી હતી. પ્રથમ ઇંનિગ્સમાં સદી ફટકારી ૧૪૧ રને અણનમ રહેનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ ‘મેન ઓફ ધ મેચ’ જાહેર થયો હતો.

ટોસ જીતી બેટિંગ કરનાર ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં ૩૦૨ રને ઓલ આઉટ થઇ ગયું હતું. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૩૨૮ રન કરી ૨૬ રનની લીડ મેળવી હતી. તથા બીજી ઇંનિગ્સમાં ઇંગ્લેન્ડમાં કેપ્ટન જો રુટના ૫૧ સિવાય કોઇ ખેલાડી સારુ પ્રદર્શન કરી શક્યા નહતા. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના બોલર્સની ઘાતક બોલિંગે ઇંગ્લેન્ડને ૧૯૫માં સમેટી નાખ્યું હતું. આથી ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટ પોતાના કબજામાં કરવા માટે ૧૭૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેને ઓસ્ટ્રેલિયાના ઓપનર્સે આસાનીથી મેળવી, ટીમને જીત અપાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.