Abtak Media Google News

સોમવારે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી ૩૦૦ વિકેટ મેળવનાર સ્ટાર ઓફ સ્પીનર રવિચન્દ્ર અશ્ર્વિને આ પહેલાંના ૧૯૮૧માં ઓસ્ટ્રેલીયાના ડેનિસ લિલીના ૫૬ ટેસ્ટમાં આ સિદ્વિના રેકોર્ડને તોડી પાડ્યો હતો. માત્ર ૫૪ ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવાની સાથે જ ભારતને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ઇનિગ્સ  અને ૨૩૯ રને હાર આપી હતી. આ સાથે જ હવે અશ્ર્વિને પોતાની આ ૩૦૦ વિકેટની ડબલ સદી કરવાનું લક્ષ્ય દર્શાવ્યું હતું.

નાગપુર ટેસ્ટ જીત્યા પછી ૩૧ વર્ષના અશ્ર્વિને જણાવ્યું હતું કે, ‘તેને ખરેખર આશા છે કે તે આ ૩૦૦ વિકેટની ડબલ સદી સુધી પહોંચી શકશે ’ સ્પીન બોલિંગ સરળ નથી. તેમાં જેટલી દેખાય એટલું જ નથી હોતું. પરંતુ તેની પાછળ ઘણું વધુ રહેલું હોય છે.

આઇસીસીની ટેસ્ટ બોલીર્સની રેકિંગમાં ચોથો ક્રમ ધરાવનાર અશ્ર્વિને મેચના ચોથા દિવસે શનાકા, પરેશ, હેરાથ, અને ગમગેની વિકેટ મેળવી આ સિદ્વિ પ્રાપ્ત કરી હતી. અશ્ર્વિને પ્રથમ ઇનિગ્સમાં ૪ વિકેટ મેળવ્યા બાદ પૂરા મેચમાં ૧૩૦ રન આપીને ૮ વિકેટ મેળવી હતી.

નોંધનીય છે કે અશ્ર્વિને પોતાની ૨૫૦ વિકેટ મેળવવાની સિદ્વિમાં પણ ઓસ્ટ્રેલિયાના ડેનિસ લિલીને પાછળ રાખ્યો હતો. લીલીને ૪૮ ટેસ્ટમાં એ સિિેદ્વ મેળવી હતી. જ્યારે અશ્ર્વિને માત્ર ૪૫ ટેસ્ટમાં જ ૨૫૦ વિકેટનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.

અશ્ર્વિને આ ઉપરાંત ૧૧૧ વન-ડેમાં ૧૫૦ વિકેટ અને ૪૬ ૫૨ વિકેટ પણ મેળવી છે. તેમ છતાં મર્યાદિત ઓવરોમાં ડાબા હાથના ચાઇનામેન બોલર કુલદીપ યાદવ અને લેગ સ્પીનર યજુવેન્દ્ર ચહલને કારણે પીઢ બોલર અશ્ર્વિન અને રવિન્દ્ર જાડેજાને લાંબા અંતરાલથી ટીમમાં સમાવેશ કરાયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.