Abtak Media Google News

અબતક, રાજકોટ

શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતા પૂર્વ પતિને છૂટાછેડા લેનાર પુર્વ પત્ની સહિતના લોકોએ આપઘાતની ફરજ પાડવાના નોંધાયેલા ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી એએસઆઇની આગોતરા અરજી અને અન્ય ચાર આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે મંજૂર કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતા ભૌતિક મહેશભાઈ ઉભડીયા નામના યુવકે પોતાના ઘરે  ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં સુસાઇડ નોટના આધારે મૃતકના પરિવારજનો એ ડિવિઝન પોલીસ મથકમાં મૃતકની પૂર્વ પત્ની પ્રીતિબેન, પીપળવા ,રાહુલ પ્રશાંત લોખીલ, હાર્દિક ડાંગર, દેવાંગ હરીયાણી, વકીલ દેવમુરારી અને પોલીસમેન આર. આર સોલંકી સહિત દસ શખસો સામે યુવકને મરવા મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસ દ્વારા ધરપકડની દહેશતથી એએસઆઇ આર આર સોલંકીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જ્યારે કેવીન પીપળવા, રાહુલ ખુમાન, હાર્દિક ડાંગર અને દેવાંગ હરીયાણીએ રેગ્યુલર જામીન અરજી કરી હતી.

જે અરજીની સુનાવણીમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટે કરેલી લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે એએસઆઇ આર. આર. સોલંકીને આગોતરા અને કેવીન પીપળવા, રાહુલ ખુમાન, હાર્દિક ડાંગર અને દેવાંગ હરીયાણીની રેગ્યુલર જામીન અરજી શરતોના આધીન મંજુર કરવામાં આવી  છે.આ કામમાં આરોપી એએસઆઇ વતી ધારાશાસ્ત્રી કમલેશ શાહ ,જીગ્નેશ શાહ, ભરત સંઘવી, સુરેશ દોશી, નાસીર હાલા ,જતિન પંડ્યા, ધવલ પડિયા અને જીગર સંઘવી, યથા અન્ય 4 આરોપીઓ વતી એડવોકેટ ભાવેશ બાંભવા અને હિતેશ વીરડા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.