Abtak Media Google News
દુ:ખદ ઘટનાને ધ્યાને રાખી વિદાય સમારંભ સાદગીથી કર્યો: ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ, સીઆઇડી આઇબી સહિતના પોલીસ મથકોમાં પ્રેરક કામગીરી
પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગુડ બુકમાં રહેલા રણજીતસિંહ ઠાકુર ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરીથી લોકોમાં સારી લોક ચાહના ધરાવે છે

અબતક,રાજકોટ

સાયબલ ક્રાઇમમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ ઠાકુર આજે તા.31 ઓકટોમ્બરે વય મયાર્દાથી નિવૃત થઇ રહ્યા છે. તેઓની વિશિષ્ટ અ્ને ઉત્કૃષ્ટ કામગીરીશી બહોળુ મિત્ર વર્તળ ધરાવે છે. અને લોકોમાં સારી લોક ચહના ધરાવે છે. મોરબીના ઝુલતા પુલની બનેલી દુર્ઘટનાના કારણે વિદાય સમારંભ સાદગીથી પુર્ણ કરી રૂ.21 હજારનું આનુદાન મુખ્ય મંત્રીના રાહત ફંડમાં જમા કરાવ્યા છે.

મહારાષ્ટ્રના ધુલીયા ગામના વતની અને રાજકોટને પોતાની કર્મ ભૂમિ બનાવી તા.7-8-1986ના રોજ પોલીસ ડીપાર્ટમેન્ટમા જોડાયેલા રણજીતસિંહ આણંદસિંહ ઠાકુર તા.31 ઓકટોમ્બરના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. તેઓએ ગાંધીગ્રામ ડી સ્ટાફ, માલવીયાનગર, પ્ર.નગર ડી સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ, ટ્રાફિક બ્રાન્ચ, સીઆઇડી આઇબી અને સાયબર પોલીસ મથકમાં પસંશનીય ફરજ બજાવી છે. પોતાના કાર્યકાળ દરમિયાન લૂંટ, હત્યા, ચોરી જેવા ગંભીર ગુનાનો તેઓએ આગવી સુઝ બુઝથી ભેદ ઉકેલ્યો છે. રાજકોટમાં 1992માં સર્જાયેલા લઠ્ઠાકાંડની મહત્વીની તપાસમાં તેઓ તપાસ અર્થે મુંબઇ સુધી પહોચી મહત્વની કડી મેળવી હતી. સીઆઇડી આઇબીમાં સતત 12 વર્ષ સુધી મહત્વની ફરજ બજાવી હોવાથી તેઓને પોલીસના ઉચ્ચ અધિકારીઓ, રાજકીય આગેવાન અને પત્રકારો સાથે સારી મિત્રતા સાથેનો ધરોબો ધરાવી છે.

પોલીસ ડીપાર્ટમેન્ટમાં ઉતકૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી બદલ રણજીતસિંહ ઠાકુરને પોલીસ અધિકારીઓ દ્વારા ઘણા ઇનામો આપવામાં આવ્યા છે.

તા.31 ઓકટોમ્બરે નિવૃત થતા સાયબર ક્રાઇમના એએસઆઇ રણજીતસિંહ ઠાકુરને પોલીસ અધિકારીઓ, મિત્ર વર્તળ અને સગા-સંબંધીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. મોરબીના ઝુલતા પુલની ગોજારી દુર્ઘટનાના કારણે વિદાય સમારંભ સાદગી પુર્ણ રીતે કરી મુખ્ય મંત્રીના રાહત ફંડમાં રૂ.21 હજારનું અનુદાન આપી માનવતાનું ઉમદા ઉદારણ પુરૂ પાડી નિવૃતિના દિવસે પણ માનવીય અભિગમ દાખવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.