Abtak Media Google News

દુબઈમાં રમાનારા એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન 28 ઓગસ્ટે આમને-સામને થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે કાર્યક્રમ જાહેર કર્યો હતો. ભારત એશિયા કપ માટે જે પણ ટીમ પસંદ કરશે તે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કરશે. નોંધનીય છે કે એશિયા કપ પહેલા શ્રીલંકામાં રમાવાનો હતો પરંતુ ત્યાં ચાલી રહેલી રાજકીય અને આર્થિક કટોકટીના કારણે તેને યુએઈમાં ખેસડવાની ફરજ પડી હતી.

ટુર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે જેમાંથી 10 મેચ દુબઈમાં રમાશે જ્યારે ત્રણ મેચનું આયોજન શારજાહમાં 

એસીસીના પ્રમુખ રહેલા બીસીસીઆઈ સચિવ જય શાહે જણાવ્યું હતું કે, એશિયા કપનો પ્રારંભ 27 ઓગસ્ટથી થશે જ્યારે 11 સપ્ટેમ્બરે ફાઈનલ રમાશે. એશિયા કપની 15મી સિઝન ઓસ્ટ્રેલિયામાં રમાનારા આઈસીસી ટી20 વર્લ્ડ કપની આદર્શ તૈયારીઓ પૂરી પાડશે. નોંધનીય છે કે આ ટુર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે જેમાંથી 10 મેચ દુબઈમાં રમાશે જ્યારે ત્રણ મેચનું આયોજન શારજાહમાં કરવામાં આવ્યું છે.એશિયા કપનું ફોર્મેટ કેવું રહેશે તેનો આધાર તે વર્ષે વૈશ્વિક સ્તરે કયા ફોર્મેટની ટુર્નામેન્ટ રમાશે તેના પર છે. આ વર્ષે ટી20 ક્રિકેટ રમાવાનો છે તેથી એશિયા કપનું ફોર્મેટ પણ ટી20 રહેશે. જ્યારે આગામી એશિયા કપ વન-ડે ટુર્નામેન્ટ રહશે.

આ વર્ષે એશિયા કપમાં ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર (ટીમ હજી નક્કી નથી) ટીમ રહેશે. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે.બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો આ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ રહેશે. એસીસી એ સુનિશ્ચિત કર્યુ છે કે બંને ટીમો વચ્ચે ઓછામાં ઓછી બે મેચ રમાશે. પરંતુ જો બંને ટીમો ફાઈનલમાં પહોંચશે તો આ મેચની સંખ્યા વધીને ત્રણ થઈ જશે. ભારત અને પાકિસ્તાન લીગ સ્ટેજની મેચો બાદ ટોચના બે સ્થાને રહેશે તેવી આશા રાખવામાં આવી રહી છે. જો આ પ્રમાણે રહેશે તો બંને ટીમો સુપર-4ના સ્ટેજમાં આમને સામને થશે. જ્યારે બંને ટીમો ફાઈનલમાં પહોંચશે તો 11 સપ્ટેમ્બરે દુબઈમાં ફરીથી તેમની વચ્ચે જંગ જામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.