Abtak Media Google News

વશરામ સાગઠીયા નહીં ખૂદ મેયર લોકોને ગેરમાર્ગે દોરતા હોય તેવું ઉપસતું ચિત્ર

શહેરના વોર્ડ નં.12માં માધવ પાર્ક સહિતના વિસ્તારને લાગુજમીન પર ડામર કામ  કરવા મુદે રજૂઆત કરવા આવેલા વશરામ સાગઠીયા સામે મેંરે એવો આક્ષેપ લગાવ્યો હતો કે, સાગઠીયા જનતાને ગેરમાર્ગે દોરે છે. પરંતુ મેયરે જે જમીનને  કોર્ટમેટર વાળી ગણાવી હતી ત્યાં બે દિવસમાં જ  ડામરકામ શરૂ થઈ જતા હવેજાણે મેયરે જ  પ્રજાને ઉંધા ચશ્મા પહેરાવતા હોયતેવું  ચિત્ર ઉપસી રહ્યું છે.

06 3

વોર્ડ નં . 12 માં  સુખસાગર સોસાયટી , માધવ વાટીકા , કૈલાશ પાર્ક સહીતની 14 સોસાયટીમાં જે રસ્તો ખરાબ હતો તે વિસ્તારના લોકોને સાથે રાખી  વશરામભાઈ સાગઠીયાએ

કમિશ્નરની ચેમ્બર બહાર રામધુનનું બોલાવી   મેયરે  નિવેદન આપ્યુ હતુ કે, આ જમીન યુએલસીની છે જે કલેકટર હસ્તકની છે રાજકોટના પ્રથમ નાગરીક એવા મેયરશ્રી કહેતા હતા કે વશરામભાઈ સાગઠીયા લોકોને ઉશ્કેરે છે અને જે રસ્તો છે તે રસ્તામાં કોર્પોરેશનથી કઈ પણ થઈ શકે તેવું નથી .

તેઓએ મેયરને સિધ્ધો સવાલ કર્યો  કે , આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરોને સાથે રાખી અને રજુઆત કરવા જતા પોલીસ દ્વારા કોર્પોરેટર  વશરામભાઈ સાગઠીયા સહીતના 18 લોકોને અટક કરવામાં આવી હતી. જો મેયર  2 દિવસ પહેલા નિવેદનમાં ના પાડતા હોય તે હવે બે જ દિવસમાં આ રસ્તો કયાંથી બન્યો શું મેયર કલેકટર નડતા નથી કે ? કોઈ પ્રાઈવેટ માલી ક દ્વારા હાઈકોર્ટમાં કેસ પેન્ડીંગ છે.કયાં કયાં જયાં જયાં આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોના પ્રશ્નો હાથમાં લે છે ત્યારે ત્યારે જ તમારે કામ કરવાની ફરજ પડે છે કે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.