Abtak Media Google News

ભારત રત્ન અને ત્રણ વાર વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીજીનો પાર્થિવ દેહ કૃષ્ણ મેનનમાર્ગ પાસે આવેલા તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. હવે તેમના દેહને અંતિમ દર્શન માટે બીજેપી હેડક્વાર્ટર લાવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ બીજેપી હેડક્વાર્ટર પહોંચી ગયા છે. બીજેપી હેડક્વાર્ટરથી જ અટલજીની અંતિમ યાત્રા શરૂ કરવામાં આવશે.

અટલજીના અંતિમ દર્શન માટે ગઈ કાલે મોડી રાતે સુધી અને આજે વહેલી સવારથી જ ઘરની બહાર લાંબી લાઈન જોવા મળી રહી હતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.