Abtak Media Google News

તા. ૩૧ માર્ચે મોક JEE અને  ૧૩ એપ્રિલે GUJCET  લેવાશે પ્રથમ પચાસમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર

વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી મુક્ત થાય અને સારૂં પરિણામ પ્રાપ્ત કરી શકે તેવા ઉદ્દેશથી આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓ માટે ઓપન રાજકોટ મોક JEE અને GUJCET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.   તા. ૩૧ માર્ચે JEE અને તા. ૧૦ એપ્રિલે GUJCETની મોક પરીક્ષામાં રાજકોટની કોઈપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.  આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરવામાં આવનાર છે.

આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના નિયામક ડૉ. જે.એન.શાહે જણાવ્યા પ્રમાણે કારકિર્દી નિર્માણના પરીક્ષાનો વિદ્યાર્થીઓને ડર લાગતો હોય છે.  મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્કુલ અને પોતાના માર્ગદર્શકોની સલાહ પ્રમાણે છેલ્લા દિવસોમાં પ્રેક્ટીસ પેપર લખતા હોય છે.  આથી વિદ્યાર્થીઓને પ્રેક્ટીસ થાય અને ડર પણ નીકળી જાય એવા ઉદ્દેશથી આ પરીક્ષાનું આયોજન પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે.  બોર્ડની રીતે જ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે યોજાનાર આ ઓપન રાજકોટ મોક પરીક્ષામાં કોઈપણ સ્કુલના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.  આ પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીને પાંચ હજાર, દ્વિતીય ક્રમે રહેનાર વિદ્યાર્થીને ત્રણ હજાર, તૃતીય ક્રમે રહેનાર વિદ્યાર્થીને બે હજાર પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવનાર છે.  આ ઉપરાંત પ્રથમ પચાસ ક્રમમાં સ્થાન પામનાર બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાંતોનું માર્ગદર્શન મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે સવારે ૯.૦૦થી ૩.૦૦ દરમિયાન આત્મીય કોલેજ, યોગીધામ, કાલાવડ રોડ, રાજકોટ  રૂબરૂ સંપર્ક કરવા અથવા તો વ્હોટસએપ નંબર ૯૯૨૫૦ ૪૧૪૧૬ અને ૯૯૭૮૯ ૯૦૮૯૦ પર ફોટોગ્રાફ, પુરૂં નામ, સરનામું, ફોન નંબર વગેરે મોકલી આપીને રજીસ્ટ્રેશન કરી શકાશે.

ઓપન રાજકોટ મોક પરીક્ષાનાં સમગ્ર આયોજનને પ્રિ. જી.ડી.આચાર્ય, નલીન ઝવેરી, પ્રો. કોમલ બોરીસાગર તથા શ્રી જીજ્ઞેશભાઈ રાઠોડ વગેરેનાં માર્ગદર્શનમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે.  રાજકોટની વિવિધ સ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ મોક પરીક્ષામાં ભાગ લેવા આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.