Abtak Media Google News

લારી સાઈડમાં લેવાનું કહેતા લારી ધારકે અપશબ્દો બોલી અને મહિલા ટ્રાફિક પીએસઆઇ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો: ફરિયાદ દાખલ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે હુમલા ચોરી લૂંટફાટના ગુનાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરી પોલીસ ઉપર હુમલા ગુનેગારો દ્વારા કરવાના બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ પરિવારમાં આ બાબતે રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ ઉપર હુમલા થવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર મહિલા ટ્રાફિક પીએસઆઇ ઉપર વહેલી સવારે લારીધારક દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા હેન્ડલુમ રોડ ઉપર વહેલી સવારે ટ્રાફિકને અડચણરૂપ લારી રાખી અને ધંધો રોજગાર કરતા લારી ધારકને મહિલા પીએસઆઇ એરવાડીયા દ્વારા લારી સાઈડમાં લેવાનું કહેતા લારી ધારક ઉશ્કેરાઈ જઈ અને મહિલા ટ્રાફિક પીએસઆઇ અને અપશબ્દો ની ભાષામાં વાતચીત કરવા લાગ્યો હતો ત્યારબાદ ઉગ્રતા ભર્યા વર્તનના કારણે પીએસઆઇ એરવાડીયા દ્વારા આ લારી ધારકની ધરપકડ કરવાનું કહેતા લારી ધારક દ્વારા લારીમાં પડેલા તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્યારે આ બાબતે ટ્રાફિક પોલીસની અને ટ્રાફિક બ્રિગેડની સમયસૂચકતા ના કારણે સુરેન્દ્રનગર ટ્રાફિક મહિલા પીએસઆઇ એરવાડીયા ઉપર તરીક્ષણ હથિયારો વડે થતો હુમલો અટકાવવામાં આવ્યો હતો અને વધુમાં સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત અનુસાર ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક પોલીસ દ્વારા આ લારી ધારકને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે લારી ધારક અને મહિલા ટ્રાફિક પીએસઆઇ એરવાડીયા ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના જવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું પણ હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સુરેન્દ્રનગર ટ્રાફિક મહિલા પી.એસ.આઇ એરવાડીયા દ્વારા ફરજ રુકાવટ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાના કારણે આ બાબતે પણ ગુનો દાખલ કરાવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા આ બાબતે સુરેન્દ્રનગર સિટી પોલીસને તાત્કાલિકપણે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મહિલા ટ્રાફિક પીએસઆઇ ઉપર હુમલાથી પોલીસ બેડામાં રોષ 

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ જવાનો ઉપર હુમલાના બનાવ ની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક પોલીસ ઉપર હુમલો થયા હોવાનો બનાવ સુરેન્દ્રનગર હેન્ડલુમ ચોક વિસ્તારમાં બની જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર મહિલા ટ્રાફિક પીએસઆઇ એરવાડીયા ઉપર વહેલી સવારે લારી ધારક દ્વારા હથિયાર અને સામસામે ઘર્ષણ થવા નો બનાવ સામે આવવા પામ્યો છે ટ્રાફિક પોલીસ અને લારી ધારક વચ્ચે મારામારીના વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા છે. ત્યારે આ બાબતે વધુ વિગત મહિલા ટ્રાફિક પીએસઆઇ એરવાડીયા ને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વહેલી સવારે લારી રોડથી દૂર લેવાનું કહેતા ઉશ્કેરાઈ છે અપશબ્દો બોલી અને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસની અને ટ્રાફિક બ્રિગેડની સમયસૂચકતાને કારણે હુમલો થતા આ યુવકને અટકાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ યુવક દ્વારા ટ્રાફિક પોલીસના સકંજામાંથી છૂટી અને બાજુમાં પડેલી લારીમાંથી એસિડ લઈ અને મહિલા પીએસઆઇ ઉપર એસિડ છાંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આ હુમલામાં પણ ટ્રાફિક પોલીસને બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઘર્ષણ વેળાએૈ લોકો બન્યા મૂકપ્રેક્ષકો

સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફીક મહિલા પીએસઆઇ એરવાડીયા અને સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ અને લારી ધારક વચ્ચે બપોરના સમયે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે. થતા આજુબાજુમાં 2000થી વધુ વેપારીઓ અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે સૌ કોઈએ આ ઘટનાના દ્રશ્યો જોયા હતા અને મોબાઇલમાં વિડિયો રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યા હતા ત્યારે લોકો દ્વારા લારી ધારકને કે પોલીસને છુટા પડવામાં ન આવતા પોલીસ પ્રત્યે આજુબાજુના લોકો પ્રત્યે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.