Abtak Media Google News

પ્લેસમેન્ટમાં વીવીપીના દબદબાને અમો આગળ લઇ જઇ રહ્યા છીએ: પ્રિન્સીપાલ ડો. જયેશ દેશકર

રિલાયન્સ, નયારા (એસ્સાર) અને નિરમા (સૌરાષ્ટ્ર કેમિકલ્સ) જેવી મલ્ટીનેશનલ કંપનીઓમાં વી.વી.પી. કેમિકલ એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉંચી અને આકર્ષક ઓફરો વાળુ પ્લેસમેન્ટ મેળવીને સંસ્થાનું અને રાજકોટનુંના રોશન કર્યુ છે. આ વિશે વધુ વિગતો જણાવતા સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરે જણાવ્યું હતું કે વિશ્ર્વની સૌથી મોટી ગ્રાસફટ રીફાઇનરી અને ફોર્લ્સની યાદીમાં ટોચ પર રહેનારી રિલાયનસ ઇન્ડસ્ટ્રીઝમાં અમારી કોલેજના સ્મિત મોતીાલાલ સોલંકીના પસંદગી સાતમા સેમેસ્ટરના ચાલુ અભ્યાસક્રમ દરમિયાન જ ૫.૫ લાખ રૂપિયાના માતબર પેકેજ સાથે થઇ, તો દર્શીલ ભટ્ટ અને હર્ષ વાછાણી આ બંનને પસંદગી ન્યારા એર્ન્જી (પૂર્વ એસ્સાર)માં પાંચ લાખના આકર્ષક પેકેજથી થઇ છે. વળી, કોરોના વૈશ્ર્વિક મહામારી જેવા કપરા સંજોગોમાં પણ વીવીપી કેમિકલના પાર વિદ્યાર્થીઓ પૂજન ગાંધી, રોહિત સચદેવ, કેવિન ચોથાણી અને રાજ મારડિયા વાર્ષિક ૨.૨૮ લાખના પેકેજથી નિરમા કેમિકલ્સમાં પસંદગી પામ્યા છે. પ્લેસમેન્ટમાં માત્ર કેમિકલ જ નહી પરંતુ દરેક બ્રાંચમાં વીવીપીનો દબદબો યથાવત છે. અને અમે તેને આગળ લઇ જતા રહ્યા છીએ. કેમિકલ વિભાગ તેમજ સંસ્થાની જવલંત સિધ્ધિ બદલ સંસ્થાના મેનેજીંગ  ટ્રસ્ટી લલિભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ડો. પિયુષ વણઝારા, પ્લેસમેન્ટ ઓફિસર ડોફ જીજ્ઞેશભાઇ જોશી, કેમિકલ વિભાગના પ્રો. જીલેશભાઇ પંડયા, પ્રો. પ્રતિક કોરડીયા, પ્રો. ભાટીયા માલદે તેમજ તમામ કર્મચારી ગણે શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.