Abtak Media Google News
  • ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ જિલ્લાનો એવોર્ડ સ્વીકારતા કલેકટર પ્રભવ જોશી

રાજકોટ જિલ્લાને રોડ સેફટીમાં દ્વિતીય નંબર મળ્યો છે. ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ જિલ્લાનો એવોર્ડ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સ્વીકાર્યો છે.

Advertisement

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક સમયાંતરે યોજવામાં આવે છે. .  આ બેઠકમાં રાજકોટ જિલ્લા સંલગ્ન જુદા જુદા હાઇવે પર નિર્ધારિત બ્લેક સ્પોટ પર વાહન અકસ્માતના કારણોની ચર્ચા કરી જરૂરી પગલાં લેવામાં આવે છે. ઉપરાંત કમિટી દ્વારા આવા સ્થળોએ જરૂરી માર્ગદર્શક સાઈનેજીસ, રંબલ સ્ટ્રીપની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે.

કલેકટરએ વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે તાકીદે જરૂરી કામગીરી પૂર્ણ કરવા અનેક પગલાં લીધા છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં કિશાન,  મારુતિ પંપ, શાપર બ્રિજ, ઉમવાડી તેમજ જામવાડી પાસે અકસ્માતોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યાં વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.  આ સાથે અકસ્માત સંભવિત સ્થળ ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવી અને અકસ્માત અંગેના કારણો જાણવા પણ પ્રયત્નો થઈ રહ્યા છે. આ ઉપરાંત રોડ સેફટી એક્સપર્ટ જે.વી.શાહ અને આર.ટી.ઓ.  ખપેડ દ્વારા વિવિધ જગ્યાઓએ આયોજિત સેમિનારમાં રોડ સેફટી ઉપરાંત ગુડ સમરીટન યોજના વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે.            આ બેઠકમાં ટ્રાફિક પોલીસ એ.સી.પી ઝે.બી.ગઢવી, શિક્ષણ, આર. એન્ડ. બી, 108, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂડા, એલ.એન્ડ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહે છે.

માર્ગ સલામતીને લઈને જિલ્લાની શ્રેષ્ઠ કામગીરીને પગલે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને બીજો નંબર આપવામા આવ્યો છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ગાંધીનગર જઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.