Abtak Media Google News
  • પુત્રીએ ભુલથી દવા પી લેતા પતિ ઠપકો આપશે તેવી દહેશતથી પત્નીએ ઝેર ગટાવ્યું
  • દંપતી વચ્ચે ઝઘડા બાદ સંતાનને દવા પીવડાવી પોતે દવા પી લીધાની આશંકા: પોલીસે વિવિધ દિશામાં તપાસ આદરી

શહેરના કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીમાં મૈત્રી કરારથી રહેતી પરિણીતાની આઠ વર્ષની માસુમ પુત્રીએ ઝેરી દવા પી લેતા પતિ ઠપકો આપશે તેવી દહેશતથી માતાએ પણ ઝેર ગટગટાવી લીધાના બનાવમાં માસુમે દમ તોડી દેતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. પોલીસને જાણ થતાં હોસ્પિટલે દોડી જઇ કારણ જાણવા વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતી સુધાબેન મુકેશભાઇ રાજયગુરુ નામની 3ર વર્ષીય પરિણીતા અને આઠ વર્ષની ખુશી નામની માસુમ પુત્રી ઝેરી દવા પી લેતા માસુમને ખાનગી અને માતાને સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પુત્રી ખુશીનું મોત નિપજતા આ બનાવની જાણ આજી ડેમ પોલીસ મથકના સ્ટાફને થતા પીએસઆઇ એ.એસ. સોલંકી સહીતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સુધાબેનની  પુત્રી ખુશીને ભુલમાં દવા પી લેતા અને પતિ મુકેશ રાજયગુરુ ઠપકો આપશે તેવી બીકથી પત્ની સુધાબેને પણ ઝેરી દવા પી લેતા જેમાં બન્ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં માસુમ પુત્રીનું મોત નિપજતા પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. સુધાબેનના પ્રથમ લગ્ન પટેલ યુવક સાથે થયા હતા. જેમાં લગ્ન જીવનના 14 વર્ષીય પુત્રી છે બાદ દંપતિ વચ્ચે મનમેળ ન થતાં છુટાછેડા લીધા હતા. હાલ પિતા-પુત્રી મુંબઇ ખાતે રહે છે.

બાદ સુધાબેન કેવડાવાડી ખાતે આવેલી હોઝીયરીની દુકાન ધરાવતા મુકેશ રાજયગુરુ નામના યુવક સાથે પરિચયમાં આવ્યા હતા. બાદ મુકેશ પરિણીત હોય અને તેને સંતાનમાં બે પુત્ર હોવાથી બાદ સુધાબેને મુકેશ રાજયગુરુ સાથે 10 વર્ષ પહેલા મૈત્રી કરારથી બન્ને રહેતા હતા જેમૉ પુત્રીનો જન્મ થયેલો,

બાદ સુધાબેન રાજયગુરુ વર્ષ 2019 માં જુનાગઢની યુવક સાથે પરિચયમાં આવ્યા બાદ લગ્ન કર્યા હતા આઠ માસમાં જ સુધાબેનના જીવનમાં આવેલા યુવક સાથે સંબંધ પુરા થતા પુન: મુકેશ સાથે રહેવા લાગી હતી.

સુધાબેન અને મૈત્રી કરારથી રહેતા યુવક મુકેશ વચ્ચે કોઇ મુદ્દે માથાકુટ થઇ હોવાથી લગ્ન આવતા સુધાબેને પ્રથમ પુત્રી ખુશીને દવા પીવડાવી બાદ પોતે દવા પી લીધાનું અર્ચાય રહ્યું છે. પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.