Abtak Media Google News

ચીનના ઝિનજિયાંગ પ્રાંત પાકિસ્તાનની તૂલનામાં દોઢ ગણો અને બાંગ્લાદેશથી 12 ગણો વધુ મોટો છે. અને અહીં અંદાજે અડધી આબાદી ઉઇગર મુસલમાનોની છે. બાકી અડધી હાન વંશના ચીની છે. જો કે 1949 સુધી અહીં 90 ટકા આબાદી તુર્કી મૂળના મુસલમાનોની હતી, અને માત્ર 4 ટકા હાન વંશી હતા. છેલ્લા 70 વર્ષથી અહીં ઉઇગરોનું દમન કરવામાં આવી રહ્યું છે.

ઉઇગર મુખ્યત્વે મુસ્લિમ લઘુમતી તુર્કિક વંશીય જૂથ છે, જેની ઉત્પત્તિ મધ્ય અને પૂર્વ એશિયાથી હોવાનું મનાય છે. ઉઇગર તેમની પોતાની ભાષા બોલે છે, જે તુર્કી ભાષા સાથે મળતી આવે છે. આ સાથે ઉઇગર મુસ્લિમ પોતાની સંસ્કૃતિ અને વંશીય દ્રષ્ટિએ મધ્ય એશિયાના દેશોની નજીક ગણે છે.

ચાઇનામાં અધિકારની રીતે માન્યતા મેળવનાર 55 જાતીય લઘુમતી સમુદાયોમાંના ઉઇગર મુસ્લિમોને તેમનામાંના એક છે. જોકે ચીન ઉઇગર મુસ્લિમોને ફક્ત પ્રાદેશિક લઘુમતી તરીકે માન્યતા આપે છે અને તે સ્વદેશી છે તે બાબતને નકારે છે. ઉઇગર વંશીય સમુદાયની સૌથી મોટી વસ્તી હાલમાં ચીનના ઝિનજિયાંગ વિસ્તારમાં રહે છે. ઉઇગર મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી મધ્ય એશિયન દેશો ઉબ્બેકિસ્તાન, કિર્ગીસ્તાન અને કઝાકિસ્તાનમાં પણ છે.

ઉઇગર અને હાન સમુદાય વચ્ચે સંધર્ષ

Uygurusપાછલા કેટલાક દાયકાઓમાં, ચીનના ઝિનજિયાંગ પ્રાંતની આર્થિક સમૃદ્ધિ નોંધપાત્ર રીતે વધી છે. આ સાથે ચીનમાં હાન સમુદાયની સંખ્યા પણ વધી છે. જેઓ આ ક્ષેત્રમાં વધુ સારો એવો રોજગાર મેળવી રહ્યા છે. જેના કારણે ઉઇગર મુસ્લિમોની આજીવિકા અને અસ્તિત્વ પર સંકટ ઊભા થયા છે.

આ કારણે વર્ષ 2009માં બંને સમુદાયો વચ્ચે હિંસા પણ થઈ હતી. જેના કારણે ઝિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં 200 થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના લોકો ચીનના હાન સમુદાયના હતા. દાયકાઓથી, શિનજિયાંગ વિસ્તારમાં ઉઇગર મુસ્લિમોને આતંકવાદ અને અલગાવવાદના ખોટા આરોપોને કારણે જુલ્મ, બળજબરીપૂર્વક અટકાયત,સઘન તપાસ, દેખરેખ અને ગુલામી જેવા અનેક પ્રકારના દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો છે.

ચીને હજારો ઉઇગર મુસ્લિમોને તેના શિબિરો અને તાલીમ કેન્દ્રોમાં બળજબરીપૂર્વક કેદ કર્યા છે. જોકે ચીન આ શિબિરોને ‘શૈક્ષણિક કેન્દ્રો’ તરીકે રજૂ કરી રહ્યો છે. ચીન દાવો કરે છે કે, ‘ઉઇગર જૂથો સ્વતંત્ર રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. અને પડોશી પ્રદેશો સાથે ઉઇગર સમુદાયના સાંસ્કૃતિક સંબંધોને કારણે, ચીની પ્રતિનિધિઓને ડર છે કે કેટલીક બહારની શક્તિઓ ઝિનજિયાંગ પ્રાંતમાં ચળવળ કરી શકે છે.’

મેઘા રાજગોપાલને કર્યો પર્દાફાશ

Meghaઅહીં ઉઈગર મુસ્લિમોની હાલત કેવી છે, તેનો પર્દાફાશ મેઘા રાજગોપાલને કર્યો હતો. આ સમયે મેઘા દ્વારા ચીન જેવા દેશના કડવા સત્યને દુનિયાની સામે લાવવામાં જે હિંમત દાખવી, તેની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી રહી હતી. હવે પત્રકારત્વના ક્ષેત્રમાં સૌથી મોટો એવોર્ડ ગણાતા પુલિત્ઝરને એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે ચીનના ઝિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોની અટકાયત કરવા શિબિરો યોજાઈ રહી હતી. હજારો મુસ્લિમોને કબ્જામાં રખાયા હતા. આ નિર્દોષોને બહાર કાઢી ન્યાય અપાવવામાં મોટો ફાળો મેઘા રાજગોપાલનનો રહેલો. ચીને આ ઝિનજિયાંગ પ્રાંતમાં ગુપ્ત રીતે સેંકડો શિબિરો બનાવ્યા, જ્યાં ઉઇગર મુસ્લિમો પર વિવિધ પ્રકારના ત્રાસ આપવાના અહેવાલો પ્રાપ્ત થયા પરંતુ રાજગોપાલનના આ અહેવાલોનો ચીને ઈનકાર કર્યો.

આ શિબિરોમાં લાખો ઉઇગર મુસ્લિમોને કેદમાં રાખવામાં આવ્યા, પરંતુ, મેઘાએ પોતાના અહેવાલમાં સેટેલાઇટ છબીઓનું વિશ્લેષણ કરીને ચીનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું. અને તે કેવી રીતે લાખો ઉઇગર મુસ્લિમોને પ્રાણીઓની જેમ ત્રાસ આપે છે તેનો પર્દાફાશ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.