Abtak Media Google News

સરકારી શાળાઓ પ્રત્યે વિશ્ર્વાસ કેળવવા સરકારે નકકર કાર્યવાહી કરવી પડશે: ઓછી ફીથી સારુ શિક્ષણ આપતી સરકારી શાળા છતા વાલીઓની અવિશ્ર્વસનીયતા

તાજેતરમાં જ રાજયભરમાં સ્કૂલોમાં લેવાતી ફીને લઈ ફિ નિધારણનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે વાલીઓની પણ હાલ માનસિકતા ફીને લઈને એવી જ છે કે વધુ ફી એટલે સારુ શિક્ષણ. સરકારી શાળાઓ વાલીઓનો વિશ્ર્વાસ ગુમાવી રહી છે. સરકારે આ માટે નકકર કાર્યવાહી હાથ ધરવી પડશે. સરકારી શાળામાં નજીવી ફી થી સારુ શિક્ષણ આપવામાં આવે છે છતા વાલીઓમાં અવિશ્ર્વસનીયતા જોવા મળી રહે છે.

અબતક દ્વારા સરકારી શાળાઓની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ઘણી સરકારી શાળાઓમાં પ્રાઈવેટ સ્કૂલ જેવી અનેકવિધ પ્રવૃતિઓ અને સુવિધાઓ આપવામાં આવે છે. પ્રાઈવેટ સ્કૂલ જેવી જ અદ્યતન સુવિધા અને જ્ઞાન પીરસવામાં આવે છે. હવે સરકાર તરફથી કેવા પ્રકારના નકકર પગલા લેવામાં આવશે તે સમય જ બતાવશે.

Vlcsnap 2017 05 20 13H22M44S98ટ્રસ્ટ સંચાલિત જસાણી વિદ્યામંદિરના આચાર્ય અસ્મિતાબેન દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જાગૃતતા લાવવાની જ‚ર છે. કારણકે લોકોની માનસિકતા એવી છે કે ‘મોઘુ એટલુ સારુ’ એટલે વધુ પૈસા ભરવાથી સારુ શિક્ષણ મળશે. પ્રાઈવેટ સ્કુલ કરતા ટ્રસ્ટ સંચાલિત અને કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં હાઈલી કવોલિફાઈડ શિક્ષકો દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે.

વેકેશનના સમયગાળામાં સ્પોર્ટસ એકિટવીટી આપવામાં આવે છે. જે બાળકો ‚ટિન દિવસોમાં સમય નથી આપી શકતા. બધા જ તહેવારોનું સેલિબ્રેશન જસાણી વિદ્યા મંદિરમાં થાય છે. વર્ષમાં એક દિવસ એવો રાખવામાં આવે છે કે જેમાં એ દિવસે બાળકના માતા-પિતા આવીને જોઈ શકે છે કે કઈ રીતનું શિક્ષણ આપવામાં આવે છે. આવતા દિવસોમાં ‘જનની ચિંતન સભા’ શ‚ કરવાના છે. જયાં વાલીઓને ટ્રેઈનીંગ આપવામાં આવશે. જેમાં બાળક માટે શું કરવું જોઈએ તેના પર ચર્ચા કરવામાં આવશે.

એકનાથ રાંનડે સ્કૂલના પ્રિન્સીપાલ એ.ડી.પાઠકે વધુમાં જણાવ્યું હતું કે આ શાળા રાજકોટના પછાત વિસ્તારમાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત થાય છે. આ શાળાનો વિકાસ થાય તે માટે પુરતા પ્રયત્નો કરે છે. વિદ્યાર્થીઓને પણ અઢળક સવલતો આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ડ્રેસ આપવામાં આવે છે. બુટ-મોજા તેમજ ફ્રીમાં પાઠય પુસ્તક આપવામાં આવે છે. કમ્પ્યુટર્સનું જ્ઞાન પણ વિદ્યાર્થીને આપવામાં આવે છે. શાળામાંથી પ્રવાસ કરવામાં આવે છે તે પણ ફ્રીમાં કરાવામાં આવે છે. અમારી શાળાની ફી ફકત ૯૦ ‚પિયા છે કે જેમાં ૨૪ ‚ા. પ્રવેશ ફી છે અને ૫૦ ‚ા. સત્ર ફી છે.

Vlcsnap 2017 05 20 13H24M36S174ડેવલપમેન્ટ માટે દરેક લોકોને જાગૃત થવુ પડશે. વાલીઓ ખાસ જાણતા હોય અને વિદ્યાર્થીઓમાં સરકારી સ્કુલ બાબતે માહિતી હોય તો આ બધા ફેકટરને ભેગા કરી સરકારી સ્કૂલને ડેવલોપ કરી શકીએ જે પછાત વર્ગના વિસ્તારમાં આ સ્કૂલ છે તો ઘણા ખરા વિદ્યાર્થીઓ છરી લઈને આવતા જે શિક્ષકો છે એ વિદ્યાર્થીઓથી ડરતા હતા. તેવા વિદ્યાર્થી આવતા પરંતુ છેલ્લા ૩ વર્ષથી અમે આવા વિદ્યાર્થીઓને ઘરે જઈ તેમના વાલીઓને સમજાવીએ છીએ. વિદ્યાર્થીઓને સુધારવાના પ્રયત્નો કરીએ છીએ.

પહેલા વિદ્યાર્થીઓ પરિક્ષા દેવા જ આવતા પરંતુ હાલ તો બધા જ વિદ્યાર્થીઓ દરરોજ આવીને શિક્ષણ પ્રાપ્ત કરે છે. મધ્યમ વર્ગનો માણસ અને ઉપલા વર્ગનો માણસ મીડિયા સાથે વધુ સંકળાયેલ હોય છે અને તમે જે આ ભગીરથ અભિયાન ચાલુ કર્યું છે એ બદલ શુભકામના પાઠવું છે. સમાજમાં આને લઈને જાગૃતતા આવશે અને વાલીઓ પણ પોતાના બાળકને વધુને વધુ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવતા થશે.

Vlcsnap 2017 05 20 13H25M16S66 1શિક્ષણ સમિતિ સભ્ય કિશોરભાઈ રાઠોડએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુરુષાર્થથી પરમાર્થ સુધી પહોંચી શકાય જયારે પરમાર્થનું કાર્ય કહેવાય કે બાળકને શિક્ષણ આપવું એ પણ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં જેમાં ઉપલાકાંઠે સરકારી ૨૦ શાળાઓ આવે છે જેના પુરુષાર્થ મંડળના માધ્યમથી બાળકોને લાભ મળે એવા સતત પ્રયાસો કરવામાં આવે છે. કિશોરભાઈનો એક શોખ હતો અને એમાં તેમણે જવાબદારી પાર્ટીએ સોંપી અને શિક્ષણ સમિતિના સભ્ય બન્યા ત્યારથી બાળકો માટે અવનવુ કરતા રહ્યા છે.

શિક્ષકો ખુબ સારા છે જેમાંથી ૧૦% એવા છે જે પોતાની જવાબદારી સારી રીતે નથી નિભાવતા. સરકારી શાળા માટે કઈ રીતે વિકાસ કરવો એના માટે શૈલેષભાઈ સગપરીયા જેને વાત કરી ત્યારે ‘વાલી જાગૃતિ સંમેલન’નું આયોજન કરી જેવા માધ્યમથી શ્રમિક લોકો કામ કરવા જતા હોય પણ છતા બાળકો માટે ચિંતિત થઈ હાજરી આપી.

Vlcsnap 2017 05 20 13H27M24S225 1વધુમાં વધુ ગ્રાન્ટ મળે તેવી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરને રજુઆત કરી છે. એ સિવાય ઘણી કંપનીઓ એવી છે કે જે જર્જરિત સ્કુલોને કલરકામ તેમજ અન્ય કામોમાં પણ મદદ‚પ બને. રાજકીય આક્ષેપોને ધ્યાનમાં રાખ્યા વગર જ સમિતિ સભ્યો પોતાનું કામ કરે છે અને આગામી દિવસોમાં ‘હમ હોંગે કામિયાબ’ જેમાં બાળકએ કઈ રીતે

આગળ વધવુ તેના પર ધ્યાન આપવામાં આવશે.મધ્યાહન ભોજન બાળકો સાથે લેવાથી મને એક ગૌરવ અનુભવું છું. શાળા નં.૧૫ દતક લીધેલી છે. એ હું ઇશ્ર્વરનો આભાર માનું છું. શ્રમિક વર્ગનો માણસ પોતાના બાળક સાથે ભોજન કદાચ ન લેતા હોય પણ હું મધ્યાહન ભોજન સાથે લેવાથી બાળકોને ખુબ આનંદ આવે છે એટલુ જ નહી બાળક એક એક બટકુ કિશોરભાઈ રાઠોડને આપે છે એ સાથે મધ્યાહન ભોજન ચેક પણ થઈ જાય છે અને એક આનંદ પણ આવે છે. એવું કિશોરભાઈ રાઠોડએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.