Abtak Media Google News

સરકારી શાળાઓ પ્રત્યે વિશ્ર્વાસ કેળવવા સરકારે કમર કસવી પડશે: શાળાઓમાં લેબ, મેદાન સહિતની તમામ સુવિધાઓ પરંતુ વામણા શિક્ષણની વાલીઓનું ઉદાસીન વલણ

તાજેતરમાં જાહેર થયેલા ધોરણ ૧ર સાયન્સના જાહેર થયેલા પરિણામમાં ખાનગી શાળાઓના વિઘાર્થીઓએ બાજી મારી છે. આ બાબત પરથી સરકારી શાળા પ્રત્યેનો વાલીઓનું ઉદાસીન વલણ સ્પષ્ટ થાય છે. આમ, સરકારની સરકારી શાળાઓને પ્રોત્સાહન આપવાની ઢીલી નીતી અને વાલીઓની ઉદાસીનતાના કારણે આવતા દીવસોમાં સરકારી શાળાઓ, સરનામુ ગુમાવે તેવી ભીી સેવાઇ રહી છે.

સરકારી શાળાઓમાં લેબોરેટરી, મેદાન, પુસ્તકાલય સહીતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ સરકારી શાળાઓનું શિક્ષણ કુપોષણથી પીડાઇ રહ્યું હોય તેવું શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પરથી જણાઇ રહ્યું છે.

Vlcsnap 2017 05 15 13H54M02S133વર્ષો પહેલા શિક્ષણ એક ગુરુકુળ છાત્રાલય, તેમજ ઊંડાઇપૂર્વક અને સંસ્કારના સિંચનોથી આપવામાં આવતું તો આજના સમયમાં જે શિક્ષણ શિક્ષકો દ્વારા વિઘાર્થીઓને આપવામાં આવે છે તે કંઇક અલગ છે. જેમાં ખાસ કરીને કોર્પોરેશન સંચાલીત શાળાઓ અને ટ્રસ્ટ સંચાલીત શાળાઓમાં થતો શિક્ષણનો વિકાસ રાજકોટ શહેરમાં કંઇક જગ્યાએ વધુ તો કંઇક જગ્યાએ સાવ ઓછો જોવા મળે છે.

શાળા નં.૬૩વીરસાવરકરના મુખ્ય શિક્ષક વિવેક પંચોલીના મતે સહકારી શાળાનું મહત્વ ખુબ વધુ છે. જયારે સરકારી શાળામાં અત્યારે બધી જ શાળામાં કોમ્પ્યુટર લેબ છે. જે રીતે પ્રાઇવેટ સ્કુલમાં સાપ્તાહિક પરીક્ષા અને મન્થલી પરીક્ષા લેવામાં આવે છે. એ જ રીતે અમારી શાળામાં પણ એવી રીતે પરીક્ષાઓ લેવામાં આવે છે.

હાલમાં સરકારી શાળામાં સારા વર્ગના લોકોના બાળકો પણ અભ્યાસ કરે છે વાલીઓનો સહયોગ પ્રાઇવેટ સ્કુલ જેટલો સરકારી શાળાઓમાં પુરતો મળતો નથી. વાલી સંમેલન, ન્યુઝ પેપર, દ્વારા બને તેટલા પ્રયાસથી બાળકો એક સારા શિક્ષણ તરફ પ્રેરાય એવો હેતુ રહેલો છે.

૮૦ ફુટ રોડ પર આવેલ શેઠ હાઇસ્કુલના આચાર્ય ડો.તુષાર પંડયાએ જણાવ્યું હતું કે શેઠ હાઇસ્કુલમાં વિશાળ મેદાન, રમતગમતના સાધનો તેમજ પ્રયોગશાળા કોમ્પ્યુટર લેબ બધી જ સુવિધાઓ છે જયારે તેનો ઉપયોગ બાળકો તેમજ શિક્ષકો દ્વારા થાય છે કે કેમ ? એના પર સરકારનું ઘ્યાન હોતું નથી. જયારે સ્વનિર્ભર શાળાઓમાં પ્રયોગશાળા છે જ નહી અને અહીં સરકારી શાળામાં છે તો ત્યાઁ પૂર્ણ ઉપયોગ થતો નથી એટલું જ નહી પ્રયોગ સાધન ધુનધાણી થયેલી હાલતમાં છે.

આગામી દિવસોમાં ૨૨ ‚મનું બિલ્ડીંગ બની રહ્યું છે. જયારે જુનુ બિલ્ડીંગ એ ખખડધજ હાલતમાં છે. જયાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. વાલીઓમાં વિટંબળા હોય છે કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ આપવામાં આવતું નથી. તેમજ શિક્ષકો પણ એટલા કવોલિફાઇડ નથી હોતા. જયારે ખાનગી શાળાઓમાં જ શિક્ષણ આપવામાં આવે છે.

નબળુ બાળક ગ્રાન્ટેડ શાળાઓમાં ભણે પરંતુ તેના કરતા સારુ બાળક જો ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ મેળવે તો તે એક આવતા દિવસોમાંVlcsnap 2017 05 15 13H55M29S22 સારો નાગરીક બની શકે છે.

શાળા નં.૬૯ના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ઘાટલિયા વિજયએ વધુમાં જણાવ્યુંહ તુ કે ૬૯ નં. શાળા મ્યુનિસીપાલ કોર્પોરેશન સંચાલીત શાળા છે આ શાળામાં કુલ ૨૩૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે અમારી શાળામાં કુલ ૯ શિક્ષકોનો સ્ટાફ કાર્યરત છે. સરકારી શાળા પ્રત્યેનું વાલીઓનું વલણ ઓછુ થતુ જાય છે. ધીરેધીરે સરકારી શાળામાં બાળકોનું સંખ્યા ઘટતી જાયછે. હમણાજ કાયદો આવ્યો અને ૨૫% બાળકોને ફીમાં જ ખાનગી શાળામાં એડમીશન મળી જાય છે. સરકારી શાળામાં જે બાળકો ભણવા આવે છે તેમાં મોટાભાગે તેઓની આર્થિક સ્થિતિ નબળી જોવા મળે છે. તો એવા કુટુંબો કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી છે. તો એ એવી માનસીકતા ધરાવે છે. કે સરકારી શાળામાં કામ નથી થતુ સરકારી શાળામાં અત્યંત ગરીબ બાળકો જાય છે. તેઓમાં શિસ્ત નથી હોતી સંસ્કાર નથી હોતો. તો કયાકને કયાય માનસીકતા બદલાવાની જ‚ર છે. મા‚ એવું માનવું છે કે સરકારી શાળાથી સધ્ધર લોકો દૂર ભાગે છે. તેમને ડર છે કે કયાક અમારા બાળકનાં સંસ્કાર બદલશે.

વધુમાં જણાવ્યું હતુ કે અત્યારે સરકારી શાળામાં તમામ પ્રકારનો સુવિધા શૈક્ષણીક લાયકાત, ઉચ્ચ શિક્ષણ ધરાવતો સ્ટાફ હોય છે તો વાલીઓ આવે જોવે તો ખબર પડે કે સરકારી શાળામાં પણ બધી પ્રકારની જ‚રીયાત વિદ્યાર્થીને આપવામાં આવે છે. પ્રચાર પ્રસાર કરવાની ખાસી જ‚ર છે. અત્યારે અમારી શાળામાં ૩૦ લેપટોપ ધરાવતી અધતન લેબ છે. તો ઘણા ખરા વાલીઓને ખબર નથી કે સરકારી શાળાઓમાં આવી સુવિધા નથી આપવામાં આવતી અને લોકો જાગૃત થાય એ દિશામાં વધુ મહેનત કરવાની જ‚ર છે.

શિક્ષણ સમિતિના સદસ્ય જે બે થી ત્રણ મહિને એકવાર મુલાકાતે આવતા હોય છે. અમા‚ મોનીટરીંગ થતુ હોય છે. અને જ‚ર હોય ત્યાં દિશા સૂચન આપે છે. અને ખાસ તો અમારી શાળામાં બાળકો આવતા થાય તેવું ઈચ્છીએ છીએ.

ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતુ કે રાજકોટની દ્રષ્ટીએ જોવામાં આવે તો ગર્વમેન્ટ સ્કુલનું મહત્વ જે ઉંચુ લેવલ છે. તેમાં ઓછુ છે પણ મારી દ્રષ્ટીએ સેલ્ફ ફાયનાન્સ કરતા પણ મહાનગરપાલીકાની સરકારી સ્કુલ છે તેમાં સ્ટાફગણ બી.એડ એટલે ડીગ્રી ધારક હોય છે. જયારે સેલ્ફ ફાયનાન્સમાં જાય તો ઘણા શિક્ષકો એવા હોય છે કે માત્રને માત્ર કોલેજ કયા બાદ આવતા હોય છે. એટલે મારી દ્રષ્ટીએ સેલ્ફ ફાઈનાન્સ સ્કુલનું મહત્વ વધુ છે. ફીની દ્રષ્ટિએ સરકારી સ્કુલમાં પણ ખૂબ ફાયદો થાય છે. વાલીઓને પણ કહેવા માંગીશ કે આપના બાળકોને ગર્વમેન્ટ સ્કુલમાં મૂકતા થાય સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર પણ સરકારી સ્કુલના સરસ હોય છે. થોડી ત્રુટીઓ છે તેમાં ૧૦૦% ધ્યાન દોરશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.