‘બદ્રીનાથની દુલ્હનીયા’ને કોરોના ભરખી ગયો

0
127

બોલીવુડમાં ‘બદ્રીનાથ કી દુલ્હનીયા’ ફિલ્મ ‘છીછોરે’ અને ‘ગુડ ન્યુઝ’થી ટૂંક સમયમાં જ ગ્લેમરસ વર્લ્ડમાં છવાઈને હજ્જારોના દિલની ધડકન બની ગયેલી અભિનેત્રી અભિલાષા પાટીલનો સીતારો અચાનક ખરી પડ્યો હોય તેમ અભિલાષાને કોરોના ભરખી જતાં 40 વર્ષની ઉંમરની અભિનેત્રીએ અચાનક વિદાય લઈ લીધી.

વાસ્તવિક અભિનય અને બિન ફિલ્મી વાતાવરણમાંથી કોઈપણ ગોડ ફાધરની મદદ વગર માત્રને માત્ર પોતાની જ મેળે આગળ આવેલી અભિલાષાના લગ્ન અદાકાર અને ડાયરેકટર સાથે થયા હતા. ટૂંક સમયમાં જ ખૂબજ લોકપ્રિય બનેલી અભિલાષા મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી હતી. કોરોનાએ અનેક કલાકારોને હડફેટે લીધા હતા. આલ્યા ભટ્ટ, રણબીર કપુર, કેટરીના કૈફ, કાર્તિક આર્યન, સોનુ સુદ, વીકી કૌશલ, દિપીકા પાદુકોણ સહિતના ઘણા કલાકારોને કોરોનાએ હડફેટે લીધા હતા.

ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાએ વધુ એક બોલીવુડ ગ્લેમર ચહેરા અભિલાષા પાટીલને ચિરનિંદ્રામાં ઉંઘાડી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here