Abtak Media Google News
  • બેઇન કેપિટલ એક્સિસ બેંકમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહી છે
  • ખાનગી ઇક્વિટી ફર્મે $430 મિલિયન બ્લોક ડીલ શરૂ કરી

 નેશનલ ન્યૂઝ : લગભગ 6 વર્ષ પહેલા એક્સિસ બેંકમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ, PE ફર્મ બેન કેપિટલ હવે આ બેંકમાં તેના રોકાણમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ તેનો બાકી રહેલો હિસ્સો ઘટાડવાની અને લગભગ $430 મિલિયનની બ્લોક ડીલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

બૈન કેપિટલે નવેમ્બર 2017માં એક્સિસ બેન્કમાં રૂ. 6,854 કરોડનું રોકાણ કર્યું હતું.

આ બ્લોક ડીલ બેઇન કેપિટલ સાથે જોડાયેલી કેટલીક એન્ટિટીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે અને તેનો હેતુ બેંકમાંથી સંપૂર્ણ બહાર નીકળવાનો છે. આ ઓફરની કિંમતની રેન્જ રૂ. 1,071-1,076.5 પ્રતિ શેર છે. એક્સિસ બેન્કના શેર 8 એપ્રિલે રૂ. 1,076.05 પર બંધ થયા હતા. અન્ય એક સ્ત્રોતે પણ બેઇન કેપિટલના એકમો દ્વારા નવા બ્લોક ડીલની યોજનાને સમર્થન આપ્યું હતું.PE ફર્મે એમ પણ કહ્યું કે ઇન્વેસ્ટમેન્ટ બેંક બોફા સિક્યોરિટીઝ આ પ્રસ્તાવિત વ્યવહાર માટે સલાહકાર તરીકે કામ કરી રહી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.