Abtak Media Google News

આજથી 107 વર્ષ પહેલા જયારે સમાજ દીકરીના શિક્ષણ શબ્દથી અજાણ હતો ત્યારે રાજવી પરિવાર દ્વારા 1914માં સ્ત્રી શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં આવી જે આજે પણ બાઈ સાહેબ બા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા પ્રકાશી રહી છે. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત રાજકોટ શહેરની એકમાત્ર સરકારી ક્ધયા શાળા છે. જ્યાં ધોરણ 9 થી 12માં દીકરીઓને સાયન્સ, કોમર્સ,આર્ટ્સ જેવા વિષયો નિ:શુલ્ક ભણાવવામાં આવે છે.

Advertisement

આ સંસ્થાના સંસ્કાર વારસાને દીકરીઓએ સમાજમાં દીપાવેલા છે. ડોક્ટર, પ્રોફેસર,એંજિનિયર,આચાર્ય, શિક્ષક,વકીલ,સમાજ સેવિકા અને કુટુંબના દીવડા રૂપ ગૃહિણીઓના રૂપમાં આ સંસ્થાની બહેનોએ સમાજમાં પોતાનું યોગદાન આપેલ છે. હાલમાં કોરોના કાળમાં દીકરીઓને સાયન્સ રાખવું હોય પણ મોંઘી ફી પરવડતી ના હોય તેવા માં-બાપ માટે આ શાળા ખરા અર્થમાં આશીર્વાદ રૂપ બનેલ છે. આ કપરા કાળમાં વિદ્યાર્થીનીઓને જરૂરિયાત મુજબ અનાજ કિટ શાળા દ્વારા પૂરી પાડવામાં આવેલ અને માનસિક સ્વાથ્ય જળવાય રહે તે માટે શિક્ષક સતત વિદ્યાર્થીઓને ફોન દ્વારા પ્રોત્સાહન પૂરૂ પડેલ. જે વિદ્યાર્થીનીઓને વિષય અઘરો જણાયેલ તેમણે ઘરે-ઘરે જઈને કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન સાથે શિક્ષકોએ માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું.

Img 20200208 101028 આ ઉપરાંત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વેક્સિનેશન અવેરનેસ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ જેથી તેઓ પોતાના કુટુંબીજનોને આ બાબતે પ્રોત્સાહિત કરે. હાલ ઉનાળુ વેકેશન દરમિયાન પણ શિક્ષકો ઓનલાઈન ક્લાસ લઈ વિદ્યાર્થીનીઓના અભ્યાસ અંગે કાળજી લઈ રહયા છે. તેમજ બોર્ડ પરીક્ષા અંગેનો ડર દૂર કરી આત્મવિશ્વાસ વધારવા સતત પ્રયત્નશીલ છે.

વિદ્યાર્થિનીઓને મળતી નિ:શુલ્ક સવલતો

ધોરણ 9 થી 12 શાળામાં પ્રવેશ મેળવનાર બહેનોની ફી તદન માફ પ્રવેશ લેનાર તમામને પાઠ્ય પુસ્તક, સ્કૂલ બેગ, યુનિફોર્મ, સ્ટેશનરી કિટ, કંપાસ ,ચોપડા, નિ:શુલક આપવામાં આવશે. સરકારના નિયમ મુજબ શિષ્યવૃત્તિ સહાય. ધોરણ-9માં પ્રવેશ મેળવનાર દીકરીઓને સાયકલ સહાય પ્રવાહ અનુસાર શૈક્ષણિક સાધન સહાય.

Img 20191031 075905 વિદ્યાર્થીનીઓને મળતી વિશિષ્ટ સુવિધાઓ

પૂર્ણ લાયકાત અને અનુભવ ધરાવતા સરકાર માન્ય તાલીમ પ્રાપ્ત કાયમી વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ. ધોરણ-10 પછી સાયન્સ, કોમર્સ, આર્ટસ બધા જ પ્રવાહો આ જ શાળામાં. બાયસેગ અને ડાયેટ દ્વારા પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમોનું વર્ચુયલ ક્લાસરૂમમાં પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ. અદ્યતન ફિજીક્સ કેમેસ્ટ્રી, બાયોલોજીની લેબોરેટરી, 5000થી વધુ પુસ્તકો ધરાવતી વિશાળ લાઈબ્રેરી, ડીજીટલ ક્લાસરૂમ, શિવણ રૂમ, કમ્યુટર લેબ, રમતગમત ખંડ, રમતગમતના સાધનો તથા કસરતના સાધનોની સુસજ્જ વિશાળ મેદાન, આર.ઑ.સિસ્ટમ સાથે ઠંડા પાણીની સુવિધા, સીસીટીવીથી સજ્જ  વર્ગખંડો અને શાળા પરિસર, અઠવાડિક પરીક્ષાઓ તથા સમયાંતરે વાલી સંપર્ક સાયન્સની વિદ્યાર્થીનીઓને નીટ તથા ગુજકેટની તૈયારી પણ વર્ગખંડમાં જ.

વિદ્યાર્થીનીઓ માટે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ

આજના યુગમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ, શારીરિક, માનસિક સ્વસ્થતા માટે યોગ મેડિટેશન, વિવિધ દિવસો, તહેવારોની ઉજવણી,  રોજ સમૂહ પ્રાર્થના સાથે જ્ઞાન ગમતના કાર્યક્રમો વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન માટે ઈનામો વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી શાળાની પ્રવૃત્તિઓમાં વાલીની સહભાગીદારીતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.