Abtak Media Google News

સરકાર દ્વારા ડ્રેગન પર ડિજિટલ તવાઈ યથાવત છે સરકારે અત્યાર સુધીમાં 220 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ હજુ પણ બાઇટડાન્સ સમર્થિત મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્લિકેશન રેસો આ સૂચિમાંથી બાકાત છે. જોકે ઉલ્લેખનીય છે કે ચીનની અન્ય એપ્લિકેશનો ઉપરાંત સરકારે જૂન મહિનામાં બાઇટડાન્સની માલિકી હેઠળની વાયરલ શોર્ટ-વિડિઓ એપ્લિકેશન ટીકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો. પરતું હજુ ચાઇનિજ એપ રેસો પર પ્રતિબંધ મૂકયો નથી. આથી બાઈટડાન્સને મ્યુઝિક સ્ટ્રીમિંગમાં “ડાન્સ” કરવાની છૂટ સરકારે પ્રદાન કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે.

મંગળવારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આઇટી એક્ટની કલમ 69 હેઠળ એક નવો આદેશ જારી કર્યો હતો, જેમાં 43થી વધુ એપ્લિકેશનોને પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ લિસ્ટમાં ટીકટોક હરીફ સ્નેક વિડીયો શામેલ છે, ઉપરાંત અન્ય એપ્લિકેશન્સ જેમ કે અલીએક્સપ્રેસ, અલીસપ્લાયર્સ મોબાઇલ એપ્લિકેશન, વીવર્કચાઈના, કેમકાર્ડ-બિઝનેસ કાર્ડ રીડર અને ડેટિંગ એપ્લિકેશન્સ જેમ કે wedate અને TrulyChinese નો પણ સમાવેશ છે.

આ વર્ષે માર્ચમાં લોન્ચ કરાયેલ Resso એપ્લિકેશનને ઓક્ટોબર 1 થી નવેમ્બર 23 સુધી ભારતમાં એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી 1.8 મિલિયન લોકોએ ડાઉનલોડ કરી છે. ગૂગલ પ્લે સ્ટોર પર રેસોને એક મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્લિકેશન તરીકે વર્ણવવામાં આવી છે જે વપરાશકર્તાઓને પોતાને વ્યક્ત કરી શકે અને તેઓને પસંદ કરેલા ગીત પર પાત્ર ભજવી શકે અને અન્ય લોકો સાથે કનેક્ટ થવા દે છે.રેસોએ તેનું માર્કેટિંગ સંપૂર્ણપણે બંધ કરી દીધુ છે. આ જ કારણ છે કે લોકોને અત્યારે તેના વિષે વધુ માહિતી નથી. જ્યારે આ એપ લોન્ચ થઇ હતી ત્યારે માર્ચમાં તેઓ tiktok અને યુટ્યુબ દ્વારા ઘણું માર્કેટિંગ કરી રહ્યા હતા .

હેલો અને resso સાથે કામ કરનાર સેલિબ્રિટી ડિસ્કવરી પ્લેટફોર્મ હેશફેમના બિઝનેસ રાજેન્દ્ર ધનોઆએ કહ્યું હતું કે રેસોએ તેનું માર્કેટિંગ સંપૂર્ણપણે બંધ કરી દીધુ છે. આ જ કારણ છે કે લોકોને અત્યારે તેના વિષે વધુ માહિતી નથી. જ્યારે આ એપ લોન્ચ થઇ હતી ત્યારે માર્ચમાં tiktok અને યુટ્યુબ દ્વારા ઘણું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું હતું.
“ઘણા લોકોને બાઇટડાન્સ સાથે જોડાવા વિશે ખબર નથી. આ એપ્લિકેશન મૂન વિડિઓ ઇન્ક દ્વારા વિકસાવવામાં આવી છે અને તે જ પ્લે સ્ટોર પર બતાવવામાં આવે છે.

ઇટીએ અગાઉ સપ્ટેમ્બર19 ના રોજ તેની આવૃત્તિમાં જણાવ્યું હતું કે આ એપ સિંગાપોરથી ચાલતી પરંતુ ચાઇનાની કુઆઇશું ટેક્નોલોજી દ્વારા વિકસિત ટૂંકી-વિડિઓની એપ્લિકેશન, એપ સ્ટોર અને ગૂગલ પ્લે પર સૌથી વધુ ડાઉનલોડ કરેલી ટૂંકી વિડિઓ એપ્લિકેશન હતી.

મંગળવારે 43 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મુકતા, Meity એ કહ્યું. ‘સાર્વભૌમત્વ અને અખંડિતતા’ અને ‘સુરક્ષાને લઈ આ એપ્લિકેશનોને લગતા ઇનપુટ્સના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.