જીહાદીઓ ભારતમાં ઘૂસતા હોવાની બાંગ્લાદેશની ચેતવણી

government
government

  બાંગ્લાદેશ સરકારે ભારતના ગૃહ મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ સુપરત કર્યો

જીહાદીઓ ભારતમાં ઘૂસતા હોવાની બાંગ્લાદેશની ચેતવણી છે. પાડોશી દેશ બાંગ્લાદેશ સરકારે ભારતનાં ગૃહમંત્રાલયને એક રીપોર્ટ સુપરત કર્યો છે. જેમાં ભારતમાં પાછલા બારણે જીહાદીઓ ઘૂસીને શાંતી ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનો ચેતવણી રૂપ એલાર્મ વગાડવામા આવ્યો છે.

બાંગ્લાદેશ સરકારનાં રીપોર્ટમાં આગળ લખ્યું છે કે હુજિ ઉર્ફે હરકત ઉલ જિહાદી અલ ઈસ્લામી અને જમાત ઉદ મુજાહીદીન બાંગ્લાદેશના જેહાદીઓ અને કટરવાદીઓ ભારત બાંગ્લાના બોર્ડર સ્ટેટ જેવા કે વેસ્ટ બંગાલ, આસામ અને ત્રિપુરામાંથી ભારતમાં ઘૂસતા હોવાની ચેતવણી જારી કરાઈ છે.

રીપોર્ટમાં લખ્યું છે કે ૨૦૧૦ હુજીઅને જેએમબીનાં ઓપરેટીવો ઉપરોકત ૩ રાજયોમાંથી ભારતમાં ઘૂસી ગયા છે. જયારે બંગાલ બોર્ડરથી ૭૨૦ પુ‚ષો તેમજ ૧૨૯૦ પુ‚ષો આસામ અને ત્રિપુરા બોર્ડર થકી ભારતમાં ઘૂસ્યા છે. લખ્યું છે કે ૨૦૧૪માં ૮૦૦ અને ૨૦૧૫માં ૬૫૯ જેહાદીઓ ભારતમાં ઘૂસયા છે.

આસામ પોલીસે ૫૪ જેએમબીના જેહાદીઓને પકડયા છે. બાતમી છે કે જેએમબીનો વડો ઈફતાદૂર રહેમાન બોગસ પાસપોર્ટ થકી ૧૨ જાન્યુ.એ ભારતમાં ઘૂસ્યો છે.