Abtak Media Google News

IBPS બોર્ડ દ્વારા ગ્રામીણ બેન્કોમાં ભરતી માટેની જાહેરાત બહાર પડેલ છે. તેથી બેન્કની નોકરી મેળવવા માટેની આ ઉત્તમ તક છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ક્લાર્કની 94અને ઓફિસરની 100 જગ્યાઓ ની ભરતી થવાની છે.સૌરાષ્ટ્ર ના વિદ્યાર્થીઓને બેંક ની નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે.

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક એ ભારત સરકાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારની સંયુક્ત માલિકી ધરાવતીસંપૂર્ણસરકારી શીડ્યુલ્ડ બેંક છે.બેંક નું સંચાલન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. માત્ર સૌરાષ્ટ્ર માં 256 શાખાઓ ધરાવતી આ એકમાત્ર સરકારીબેંક છે જેની હેડ ઓફીસ રાજકોટમાં છે.અને જામનગર,સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર તથા રાજકોટ એમ પાંચરિજિયન ઓફીસછે. આ બેન્કની શાખાઓ સૌરાષ્ટ્ર ના ગામડાઓમાં જ નહી પરંતુ મોટા ભાગના તાલુકાઓ અને તમામ જિલ્લાઓમાં પણ છે. બેન્કનું પગાર ધોરણ પણ અન્ય સરકારી બેન્કોની જેમજ છે. IBPS ની વેબસાઈટ https://www.ibps.in/crprrb-xi/ ઉપર જઈને આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. ફોર્મ ભરવાની તારીખ 07.06.2022 થી 27.06.2022 સુધીની છે. ફી પણ ઓનલાઈન જ ભરવાની છે. ઓગસ્ટ માંપ્રિલિમ પરીક્ષા અને સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં મેઈન પરીક્ષા યોજાશે. મેઈન પરીક્ષાના માર્ક મેરીટમાં ગણાશે. ક્લાર્ક માટે માત્ર મેઈન ના મેરીટ ના આધારેજ નોકરી મળશે, ઈન્ટરવ્યું હોતા નથી. ઓફિસર માટે મેઈન તથા ઇન્ટરવ્યું ના માર્કનું મેરીટ બનશે. આ પરીક્ષા દેશની 43ગ્રામીણ બેન્કો માટે યોજાશે,સૌરાષ્ટ્ર ના કોઈ પણ શાખાના ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ ને સૌરાષ્ટ્ર નીસરકારી શીડ્યુલ બેંકમાં નોકરી માટેની આ ઉત્તમ તક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.