Abtak Media Google News
  • વિશ્ર્વભરમાં હાઇ-પ્રોફાઇલ સાયબર હુમલાઓ સાથે સંકળાયેલું જૂથ લુલ્ઝસેક ભારતીય બેંકોને નિશાન બનાવવાની ફિરાકમાં

સાયબર એટેકના વાદળો ઘેરાતા બેંકોને 24સ7 એલર્ટ રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે. વિશ્વભરમાં હાઇ-પ્રોફાઇલ સાયબર હુમલાઓ સાથે સંકળાયેલું જૂથ લુલ્ઝસેક ભારતીય બેંકોને નિશાન બનાવવાની ફિરાકમાં હોય તેવા ઇનપુટ મળતા રિઝર્વ બેંકે એડવાઇઝરી જાહેર કરી છે.

રેગ્યુલેટરને સંભવિત સાયબર હુમલાની માહિતી મળ્યા બાદ દેશભરની બેંકોને એલર્ટ પર રાખવામાં આવી છે. તેઓને 24સ7 તેમની સિસ્ટમ પર સક્રિયપણે દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 24 જૂને નાણાકીય સંસ્થાઓને જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, સંભવિત સાયબર હુમલાઓ અંગે મળેલી વિશ્વસનીય ધમકીઓને ધ્યાનમાં રાખીને, નિયંત્રિત સંસ્થાઓને આ જોખમો સામે રક્ષણ આપવા માટે દેખરેખ અને સ્થિતિસ્થાપકતા વધારવાની સલાહ આપવામાં આવે છે.

રિઝર્વ બેંકનું નોટિફિકેશન સોમવારના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું તેના થોડા દિવસો પહેલા આવ્યું હતું કે ઘણા હાઇ-પ્રોફાઇલ હુમલાઓ સાથે સંકળાયેલું જૂથ લુલ્ઝસેક ભારતીય બેંકોને નિશાન બનાવી રહ્યું છે. આવી જ ચેતવણી સીઇઆરટી- ઇન દ્વારા ગયા વર્ષે જારી કરવામાં આવી હતી  જૂથ નિષ્ક્રિય થઈ ગયું હોવાનું વ્યાપકપણે માનવામાં આવતું હતું, પરંતુ એવું કહેવાય છે કે તે ફરીથી સક્રિય થઈ ગયું છે.

સાયબર એટેકને રોકવા નેટવર્ક પ્રવૃત્તિઓ અને સર્વર લોગની સતત ચકાસણી ઉપરાંત, બેંકોએ નિર્ણાયક ચુકવણી પ્રણાલીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે જેમ કે  શિફ્ટ (ક્રોસ-બોર્ડર ફંડ ટ્રાન્સફરની પુષ્ટિ કરવા માટેની મેસેજિંગ સિસ્ટમ), કાર્ડ નેટવર્ક્સ (જે કાર્ડ ચુકવણીની સુવિધા આપે છે) , ઓનલાઈન લોકલ ફંડ ટ્રાન્સફર ફ્રેમવર્ક આરટીજીએસ, એનઇએફટી, યુપીઆઈ, રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ્સ પર પણ નજર રાખવાની જરૂર પડશે.

વધુમાં, બેંકોએ રિમોટ લોગિન અને ક્રિટિકલ સિસ્ટમ્સની ઍક્સેસને પ્રતિબંધિત કરવી જોઈએ અને વાયરસ અને માલવેર માટે તમામ માહિતી સિસ્ટમોને સંપૂર્ણ રીતે સ્કેન કરવી જોઈએ અને જરૂરી પરીક્ષણ પછી તેમને નવીનતમ પેચ સાથે અપડેટ કરવી જોઈએ. તેવું જણાવાયુ છે.

વૈશ્વિક સ્તરે, રેન્સમવેર ક્રિપ્ટો પેમેન્ટ્સ, બિઝનેસ ઈમેઈલ કોમ્પ્રોમાઈઝ અને ડેટા ભંગનો ખર્ચ ગયા વર્ષે નવી ઊંચાઈએ પહોંચ્યો હતો.  આ અઠવાડિયે જાહેર કરાયેલ આરબીઆઈના નાણાકીય સ્થિરતા અહેવાલ મુજબ, નાણાકીય ક્ષેત્રે 20,000 થી વધુ સાયબર ઘૂસણખોરો અને ડિજિટલ હુમલાઓ નોંધ્યા છે, જેના પરિણામે છેલ્લા 20 વર્ષમાં 20 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.