BBCના પ્રસારણ ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ મુક્તી નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી

BBC_News | govermentofindia
BBC_News | govermentofindia

બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (બીબીસી)એ ભારતની વન્યજીવ સંરક્ષણ નીતિ વિરૂધ્ધ ‘વન વર્લ્ડ’ કિલીંગ ફોર ક્ધઝર્વેશન નામની બનાવી ડોકયુમેન્ટરી

કાઝીરંગા મુદે નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટીએ બીબીસી એટલે કે બ્રીટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનના પ્રસારણ ઉપર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લાદયો છે. જણાવી દઈએ કે, બીબીસી ના સાઉથ ઈન્ડીયા કોરરસ્પોન્ડન્ટ જસ્ટીન રોવલ્તે એક ડોકયુમેન્ટરી બનાવી હતી આ ડોકયુમેન્ટરીનું નામ ‘વન વર્લ્ડ’ કિલિંગ ફોર ક્ધઝર્વેશન રાખવામાં આવ્યું હતુ જેને ૧૧ ફેબ્રુઆરીએ બીબીસી ન્યૂઝ ચેનલ પર ટેલીકાસ્ટ કરવામા આવ્યું હતુ.

બીબીસી વર્લ્ડ ન્યુઝ પર આ ડોકયુમેન્ટરીનું પ્રસારણ આ અઠવાડીયાના અંતમાં થવાનું હતુ આ ડોકયુમેન્ટરીમાં કાઝિરંગા ટાઈગર રિઝર્વમાં ભારત સરકારની અવૈધ શિકારી વિરોધી રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી.

બીબીસીની આ ડોકયુમેન્ટરીમાં એ બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે અવૈધ શિકારીના નામ ઉપર ત્યાંના લોકો મારી નાખવામાં આવે છે. ડોકયુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વન રક્ષકોને શૂટ એન્ડ કીલનો અધિકાર અપાયો છે જયારે સીઆરપીસીની ધારા ૧૯૭ (૨)ની નીચે વન વિભાગના કર્મચારીઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ શિકારીઓની વિરૂધ્ધ હથીયાર ઉપાડવાની પરવાનગી આપવામા આવી છે. ઉપરાંત ડોકયુમેન્ટરીમાં બીબીસીએ સ્પષ્ટ દેખાડયું છે કે, શિકારીઓ દ્વારા જેટલા ગેંડાઓનો શિકાર કરવામાં આવ્યો છે. તેના કરતા વધારે સામાન્ય માણસોને મારી નખાયા છે. આમ, બીબીસીએ ભારત પર આરોપ મૂકતી એક ડોકયુમેન્ટરી બનાવી છે.

બીબીસીની ડોકયુમેન્ટરી અનુસાર, વર્ષ ૨૦૧૬માં ૧૭ ગેંડાઓની હત્યા થઈ હતી અને ૨૩ લોકો મરાયા હતા ડોકયુમેન્ટરી વિશે જાણકારી દેતા અહેવાલમાં જસ્ટીન રાવલ્તે જણાવ્યું કે વર્ષ ૨૦૧૪થી હજુ સુધી ઘુસપેઠ કરનારા માત્ર બે ઉપર જ કાર્યવાહી થઈ છે. જયારે ૫૦ લોકોને ગોળી મારવામાં આવી હતી સરકારી આંકડાઓ અનુસાર, પાછલા ત્રણ વર્ષોમાં આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં શિકાર કરનારા ૨૨૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાથી ૬ને દોષી ગણાવ્યા છે.

બીબીસીને આ ડોકયુમેન્ટરી બાદ ધી નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરીટી તરફથી એક નોટીસ ફટકારવામાં આવી હતી અને આવી ડોકયુમેન્ટરી ને પર્યાવરણ અને વિદેશ મંત્રાલયની પરવાનગી વગર પ્રસારણ કરવું એ બિલકુલ ખોટું છે. તેમ દર્શાવ્યું હતુ એનટીસીએ એ આ ડોકયુમેન્ટરીને તાત્કાલીક ઓનલાઈન પોર્ટલ્સ પરથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ બ્રિટનમાં ઈન્ડીયન હાઈ કમિશનને આ અંગે કાર્યવાહી કરવા વાત કરી છે.

મંત્રાલયે જણાવ્યું કે, આ ડોકયુમેન્ટરીથી વન્ય જીવ શિકારીઓ અને અપરાધીઓને શિકાર કરવામા પ્રોત્સાહન મળશે જે અનૈતિક બાબત છે. બીબીસીની ‘વન વર્લ્ડ’ કિલીંગ ફોર કન્ઝર્વેશન ડોકયુમેન્ટરીમાં ભારતની વન્ય જીવ સંરક્ષણનીતિ પર ભારે ગંદકી ફેલાવવાના આરોપમાં બીબીસી પર નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરીટીએ પાંચ વર્ષ માટે પ્રતિબંધ લાદયો છે.