Abtak Media Google News

પાકિસ્તાને ભારતીય જવાનને મુકત કર્યા બાદ પાકિસ્તાનના કેદીઓને મુકત કરવાનો નિર્ણય

પાકિસ્તાન તરફી મિત્રતાનો હાથ લંબાવાયા બાદ ભારત સરકારે પણ એક ડગલુ આગળ આવવાનો નિર્ણય લીધો છે. જેના અનુસંધાને ભારતીય જેલમાં રહેલા ૩૯ પાકિસ્તાની કેદીઓને ભારત સરકાર મુકત કરવા જઈ રહી છે. આ કેદીઓમાં મોટાભાગના માછીમારો હોવાનો દાવો યો છે.

તાજેતરમાં પાકિસ્તાને ભારતીય જવાન બાબુલાલ ચ્વહાણને મુકત કર્યા બાદ ભારત સરકારે પણ પાકિસ્તાની કેદીઓને મુકત કરવાની વિચારણા હાથ ધરી હતી. આ તમામ કેદીઓને તા.૧ માર્ચના રોજ મુકત કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જમાત-ઉલ દાવાના ચિફ હાફીઝ શઈદને પાકિસ્તાન સરકારે નજરબંધ કરવાનો નિર્ણયી સરકાર મહદઅંશે રાહત અનુભવી રહી છે. આ ઉપરાંત સરકાર આગામી સમયમાં પાકિસ્તાન આતંકવાદીઓ સામે કડક પગલા લે તેવું ઈચ્છે છે.

હાલ તો ભારત સરકારે તા.૧ માર્ચના રોજ પાકિસ્તાનના ૩૯ કેદીઓને મુકત કરવાનો નિર્ણય લીધો છે. બન્ને દેશો વચ્ચે ોડા સમયી વાતાવરણ હળવું તું હોય તેવું જણાય આવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.