Abtak Media Google News

500થી વધુ નાટકો, ફિલ્મો બધુ જ નવા મનોરંજન સાથે શેમારૂમી એપ પર…

શેમારૂમી વિડિઓ સ્ટ્રીમિંગ એપ જે ઇન્ડિયા ના ઓટીરી માર્કેટનો એક મહત્વનો ભાગ છે, જે ભારતની સૌથી વધારે જોવાતી અને વિક્સતી ગુજરાતી વિડિઓ સ્ટ્રીમિંગ એપ છે, તે આજે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં તેના વિસ્તરણની ઘોષણા કરવા જઈ રહી છે. જે દર અઠવાડિયે નવા મનોરંજન સાથે બહુ જ જલ્દી આવી રહી છે. શેમારૂ એન્ટરટેઈનમેન્ટ છેલ્લા 15 વર્ષથી દરેક ગુજરાતીઓના ઘરનો એક ભાગ બની ચૂક્યું છે અને ઘણા લાંબા સમયથી તે ગુજરાતીઓને મનોરંજન આપી રહ્યું છે.

500થી વધુ નાટકો અને ફિલ્મો સાથે આજે દુનિયામાં ગુજરાતી મનોરંજનની સૌથી મોટી લાઈબ્રેરીઝમાંથી એક છે, અને હવે નવા મનોરંજન સાથે દરેક ગુજરાતીને આકર્ષવા શેમારૂમીએ મોટા પાયે કામગીરી શરૂ પણ કરી દીધી છે અને આશા છે કે દરેક ગુજરાતીઓ તેને સહર્ષ આવકારશે. શેમારૂમીનો હેતુ ગુજરાતી પરિવારના તમામ સભ્યોને એક સાથે લાવીને તમામને પસંદ પડે તેવું મનોરંજન પ્રદાન કરવાનો છે.

Screenshot 7

આ સાથે દર્શકોને અહીં ગુજરાતી રંગમંચ તથા સિનેમાના લોકપ્રિય નામો જેવા કે સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા, સરિતા જોષી, મલ્હાર ઠાકર ઉપરાંત બીજા ઘણા બધા સિતારાઓ એકસાથે જોવા મળશે. શેમારૂ એ હંમેશા સ્થાનિક ગુજરાતી પ્રતિભાને મહત્વ આપ્યું છે અને શેમારૂમી આવનારા સમયમાં તેને વધુ મહત્વ આપવા જઈ રહ્યું છે.

શેમારૂના ગુજરાતી નાટકોની ડીવીડી જે આઈડિયા ખુબ જ લોકપ્રિય થયો હતો અને તે તમામ નાટકો લગભગ દરેક ગુજરાતીઓના ઘર સુધી પહોંચી ગયા હતા. રંગમંચની સૌથી જૂની શૈલી એટલે આપણા ગુજરાતી નાટકો, જે હાલમાં સૌથી વધારે નાટકો ધરાવતી એપ્સમાંથી એક શેમારૂમી છે. આથી શેમારુમી માત્ર એક એપ જ નથી પરંતુ તે ગુજરાતી મનોરંજનનો ખજાનો છે. શેમારૂ એન્ટરટેઇન્મેન્ટનું મૂળ ગુજરાતી છે અને શેમારૂ એન્ટરટેઇન્મેન્ટે મનોરંજન ક્ષેત્રમાં હંમેશા એક લીડર તરીકે અગ્રેસર રહીને પોતાની વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે. જેના પરિણામે આજે સૌથી વધુ ગુજરાતી યુવાન વર્ગ પોતાની માતૃભાષામાં ગુજરાતી મનોરંજન આજ એપ ઉપર માણી રહ્યા છે.

શેમારૂ એન્ટરટેઈન્મેન્ટ લિના સીઇઓ, હિરેન ગડાએ કહ્યું હતું કે, “એક ગુજરાતી તરીકે મને હંમેશા મારી માતૃભાષા સાથે જોડાણ રહ્યું છે. મેં અને મારી ટીમે હંમેશા ગુજરાતી મનોરંજન માટે છેલ્લા 15 વર્ષોથી અવિરતપણે કામ કર્યું છે તથા આવનારા સમય દરમ્યાન ગુજરાતી મનોરંજનના ક્ષેત્રમાં અમે કશુંક એવું કરવા જઈ રહ્યા છીએ જે દર અઠવાડિયે દરેક ગુજરાતી પરિવારને સાથે બેસીને ગુજરાતી મનોરંજન જોતા કરી દેશે.”

શેમારૂમી દર્શકો માટે બધા જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જેવા કે એમેઝોન ફાયર ટીવી સ્ટીક, ગુગલ પ્લેસ્ટોર, એપલ એપસ્ટોર ક્લાઉડ, વોકર ટીવી, એમઆઈ ટીવી, રોકુ, જીઓ એપ અને અન્ય વિવિધ પ્લેટફોર્મ્સ. ઉપયોગકર્તાઓ ગુજરાતી ભાષામાં એપને ડાઉનલોડ કરી પોતાની માતૃભાષામાં મનોરંજનનો આનંદ વ્યક્તિગત રીતે લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.