Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો પોતાના અનોખા અંદાજ સાથે મતદાન કરી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લાની સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની યાત્રાની ઝાંખી કરાવતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.

Advertisement

આ મતદાન મથકમાં સિરામીક ઉદ્યોગની સિદ્ધીઓ દર્શાવવામાં આવી છે ઉપરાંત સિરામીક ઉદ્યોગ સંલગ્ન ટાઈલ્સ અને અન્ય સિરામીક પ્રોડક્ટ પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આ મતદાન મથક પર મતદાન માટે આવીએ ત્યારે કોઈ સિરામીક કારખાનાના કોઈ નાના યુનિટમાં આવ્યા હોઈએ તેવું લાગ્યા વિના રહે નહીં.

આ વિશે વધુ વિગતો આપતા મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણીએ જણાવ્યું હતું કે, ધરમપુર મતદાન મથક ખાતે મોરબી જિલ્લાની ઔદ્યોગિક બાબતોને ઉજાગર કરતું સિરામીક મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ અને મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરેશ બોપલીયાના સહયોગ થકી આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગનો ટુંકો ઈતિહાસ, ટર્ન ઓવર, કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ કેટલો વેરો ભરવામાં આવે છે વગેરે બાબતોને ઉજાગર કરવામાં આવી છે. ઉપરાંત સિરામીક ઉદ્યોગની પેદાશોને લગતું એક્ઝીબિશન પણ ઉભું કરવામાં આવ્યું છે, જેમાં વોલ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ, વિટ્રીફાઈડ, સેનેટરીવેરની વિવિધ પ્રોડક્ટનું નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.