Abtak Media Google News

મોરબી સમાચાર

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે હળવદ શહેરી વિસ્તારના રહેણાંકમાંથી નશીલી આયુર્વેદિક શીરપના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે . ક્રાઇમ બ્રાંચે હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ સોસાયટીના મકાનમાંથી માનવ સ્વાસ્થ્યને હાનિકર્તા શીરપનો જથ્થો ઝડપાયો છે . હળવદની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ચૌહાણની આયુર્વેદિક શીરપની ૧૧૧ બોટલ સાથે અટકાયત કરવામાં આવી છે . ક્રાઇમ બ્રાંચે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ શંકાસ્પદ કેફી પ્રવાહીનો જથ્થો કબ્જે કર્યો છે .

ઋષિ મહેતા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.