Abtak Media Google News

પ્રજાપતિ યુવતીના આપઘાતના બનાવ જેવા અનેક બનાવ તમામ પોલીસ મથકમાં ન્યાયની રાહમાં

લવના નામે જેહાદ ચલાવતા શખ્સોએ હિન્દુ યુવતી અને પરિણીત મહિલાઓને ફસાવી ખોટા ધંધામાં ધકેલવાનો ચાલતો કારસો

ગર્લ્સ સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલ પાસે પડયા પાથર્યા રહેતા આવારા તત્વોની ઉંડાણ પૂર્વક તપાસ થાય તો કેટલીક શરમ જનક ઘટનાનો પર્દાફાશ થશે

મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ શહેરમાં કોમી એખલાસ માટે આગળ આવુ જરૂરી

શહેરના હરસિધ્ધી સોસાયટીની પ્રજાપતિ યુવતી લવ જેહાદનો શિકાર બન્યા બાદ શહેરના ભદ્ર વિસ્તારની પણ હિન્દુ યુવતીઓ અને પરિણીત મહિલાઓ પણ લવ જેહાદમાં ફસાયાની કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. શહેરના તમામ પોલીસ મથકમાં મોટી સંખ્યામાં આવા કિસ્સાઓ ન્યાયની રાહમાં પેન્ડીગ પડયા છે. કાયદાની આટીઘૂંટીના કારણે પોલીસ પણ પોતાની મર્યાદાના કારણે લવ જેહાદી બેફામ બન્યાનું સામે આવ્યું છે.

રૈયા રોડ પર આવેલા શિવપરામાં રહેતા પ્રજાપતિ પરિવારની યુવતીને પાડોશમાં રહેતા જમીલ સોલંકી નામના શખ્સે પોતાની જ્ઞાતિ છુપાવી પ્રેમ ઝાળમાં ફસાવ્યા બાદ યુવતીના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ એક કેન પ્રકારે મેળવી લીધા બાદ તેના આધારે મૈત્રી કરારનું લખાણ તૈયાર કરી યુવતીના ભાઇની હત્યાની ધમકી દઇ ત્રણ દિવસ સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યાની ઘટનાથી સભ્ય સમાજનું શરમથી માથુ ઝુંકી ગયું છે. હિન્દુ યુવતીના બેજવાબદાર માતા-પિતા પોતાની આબરૂ જવાની બીકે કોઇને કંઇ ફરિયાદ પણ કરી શકતા નથી ત્યારે પ્રજાપતિ યુવતી આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટના આધારે સમગ્ર ઘટનાનો પર્દાફાસ થયો છે.

પ્રજાપતિ યુવતી જેવા અનેક કિસ્સા શહેરના પછાત અને ભદ્ર વિસ્તારમાં બની રહ્યાની અનેક અરજીઓ શહેરના તમામ પોલીસ મથકમાં ન્યાય મેળવવાની રાહમાં પેન્ડીગ પડી છે. પણ કાયદાની આટીઘૂટીના કારણે પોલીસ પણ તેની મર્યાદામાં રહી યુવતીઓને સમજણ આપવા પ્રયાસ કરે છે. ત્યારે જેહાદી શખ્સની મોહઝાળના કારણે પરિવાર અને પોલીસની સલાહને અવગણતી યુવતીઓને અંતે તો આપઘાત સિવાઇ કોઇ માર્ગ બચતો ન હોવાનું જાણકારો કહી રહ્યા છે.

શહેરના રૈયા રોડ પર આવેલા શિવપરા વિસ્તારની પરિણીત મહિલા પણ પ્રજાપતિ યુવતીની જેમ લવ જેહાદનો ભોગ બની છે. આ અગેની અરજી પણ પોલીસમાં પેન્ડીગ પડી છે. પરિણીત મહિલાને મૈત્રી કરારથી મુસ્લિમ શખ્સે પોતાની ઉપપત્ની બનાવ્યા બાદ તેની પાસે ખોટા ધંધા કરાવવાનું શરૂ કર્યુ હતુ. લવ જેહાદમાં ફયાયેલી પરિણીત મહિલાએ ત્યાં સુધી તો સહન કર્યુ પણ જ્યારે મહિલાની યુવાન પુત્રીને પણ લોહીના વેપારમાં ધેકવાની ફરજ પાડવાનો પ્રયાસ થયો ત્યારે પરિણીત મહિલાએ પોલીસનો સહારો લઇ હાલ જામ ખંભાળીયા હિજરત કરીને જતી રહ્યાનું બહાર આવ્યું છે.આ રીતે જ એક સુશિક્ષિત પરિવારની પરિણીત મહિલાના પતિને દારૂની ટેવ હોવાના કારણે પરિણીતા પાડોશી મુસ્લિમ શખ્સની મોહઝાળમાં ફસાતા તેણીને પણ દેહના સોદા કરવાની ફરજ પાડવામાં આવ્યાની ઘટના પોલીસ સમક્ષ આવી હતી ત્યારે પોલીસે કાયદાની મર્યાદામાં રહી બંને વચ્ચે સમાધાન કરાવી શિક્ષિત પરિણીતાની સમાજમાં બદનામી થતી અને મોતનો માર્ગે જતી બચાવી હોવાનું પોલીસમાં નોંધાયું છે.

શહેરના છાને ખૂણે ચાલતી લવ જેહાદની પ્રવૃતિને ડામી દેવા માટે હિન્દુ સંગઠન અને હિન્દુ યુવતીના માતા-પિતાએ એકદમ સાવધાની સાથે સાવચેતી દાખવવાનો સમય પાકી ગયો છે. તે રીતે મુસ્લિમ આગેવાનોએ પણ શહેરમાં કોમી તંગદીલી ન સર્જાય અને કોમી એખલાસ જાળવાય રહે તે માટે આવી પ્રવૃતિ કરતા શખ્સોને સબક શિખવવા આગળ આવવાની જરૂરી બન્યું છે.

શહેરમાં પોલીસે પણ ટ્રાફિક નિયમનની જે રીતે કડકાય દાખવી દંડ વસુલ કરે છે તે રીતે ગર્લ્સ સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલ પાસે પડયા પાથર્યા રહેતા શખ્સોની હીલચાલ પર બાજ નજર રાખી યુવતીઓને પ્રેમના વહેમમાંથી બહાર કાઢવી જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.