Abtak Media Google News

દીવ વહિવટી તંત્રએ દારૂ ની ૧૩૨ દૂકાનો બંધ કરવાની નોટિસ ફટકારી

મદિરાપાન કરવાની ઈચ્છા સો દિવ ફરવા જતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસીઓ માટે માઢા સમાચાર મળી રહ્યાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ પણ હવે દા‚બંધી તરફ આગળ વધી રહ્યું છે.

દીવ પ્રવાસનની સાથે સાથે દારૂ માટે પ્રખ્યાત છે, પરંતુ સુપ્રિમ કોર્ટના આદેશ પર દિવ પ્રશાસન દ્વારા લેવાયેલા પગલાથી દારૂની શોપ અને રેસ્ટોરન્ટના માલિકોમાં ફફડાટ ફેલાયો છે. દિવ પ્રશાસને ૧૩૨ જેટલી દારૂની શોપ બંધ કરવા નોટિસ ફટકારી છે.

દીવ પ્રવાસનની સાથે સાથે દારૂ પ્રેમિઓના અડ્ડા તરીકે પણ પ્રખ્યાત છે.પરતું દીવ પ્રશાસનની નોટિસથી દારૂનાં ધંધાર્થીઓમાં ફફડી ઉઠયા છે. દીવ પ્રશાસને સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન મુજબ, નેશનલ હાઈવે પર અને નેશનલ હાઈવેથી ૫૦૦ મીટરના અંતરે આવેલી ૧૩૨ શોપને બંધ કરવા અથવા અન્ય સ્થળ પર ખસેડવાના આદેશ આપ્યા છે.

મહત્વનું છે કે, દીવમાં અંદાજીત ૧૯૯ થી પણ વધુ વાઈન શોપ ધમધમી રહ્યા છે. જેમાંથી ૧૩૨ બાર અને રેસ્ટોરન્ટોના માલીકોને દીવ પ્રશાસને સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન પ્રમાણે નોટિસ આપી છે. આ તમામ રેસ્ટોરન્ટ અને બાર ઘોઘોથી તડ ચેકપોસ્ટ સુધીના અંતરમાં આવેલી છે.

દીવ પ્રશાસનની નોટિસ મળતાની સાથે જ દારૂના ધંધાર્થીઓમાં ઉહાપોહ મચ્યો છે. ધંધાર્થીઓ દ્વારા એવા પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે, તડ ચેકપોસ્ટથી દીવનો ડિસ્ટ્રીક રોડ લાગુ પડે છે. જેથી દીવમાં કોઈ નેશનલ હાઈવે લાગું પડતો નથી. તો આ મુદ્દે શોપ માલીકો દ્વારા કલેટરને રજૂઆત પણ કરાઈ છે.

જોકે દીવ પ્રશાસન દ્વારા આ તમામ શોપના માલીકોને ૫ દિવસનું અલ્ટી મેટમ અપાયું છે. ત્યારે આગામી સમયમાં દારૂની આ તમામ શોપ બંધ થશે કે નહીં તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.