Abtak Media Google News

વાછંકપર બેડીના  શખ્સ સાથે ત્રણ વર્ષ પહેલા  ખેતીની જમીનના હલણના  પ્રશ્ર્ને પીડિતાના  પતિ સામે ફરિયાદ  નોંધાઈ ‘તી

બે સંતાનની માતાને હવસનો શિકાર બનાવનાર નરાધમની કુવાડવા પોલીસે કરી ધરપકડ

મોરબી રોડ પર આવેલા બેડી ગામની  પરિણીતાને પતિ અને તેના બે પુત્રની હત્યા કરવાની   ધમકી દઈ વાછકપર બેડીના શખ્સે ત્રણ વર્ષ સુધી રાજકોટના આજી ડેમ ચોકડી  પાસે આવેલી કે.ડી.એમ. હોટલ અને ત્રિકોણ બાગ પાસે આવેલી  ધનરાજ હોટલમાં લઈ જઈ અવાર નવાર  બળાત્કાર  ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા  કુવાડવા  પોલીસે વાછકપર બેડીના  શખ્સની બળાત્કારના ગુનામાં  ધરપકડ કરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ  મોરબી રોડ પર આવેલા બેડી ગામની પરિણીતાએ વાછકપર બેડીના સુરેશ ઉર્ફે ભીમા કાનજી પંચાસરા  ગામે ત્રણ વર્ષ દરમિયાન ધાક ધમકી દઈ કે.ડી.એમ. હોટલ અનેધનરાજ હોટલમાં  અવાર નવાર  બળાત્કાર  ગુજાર્યાની કુવાડવા પોલીસમાં  ફરિયાદ નોંધાવતા  પી.એસ.આઈ. જે.આર. દેસાઈ સહિતના  સ્ટાફે સુરેશ ઉર્ફે ભીમા  કાનજી પંચાસરા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પિડીતાના મોટાબહેન વાછકપર બેડી ગામે રહેતા હોવાથી  વાછકપર બેડી ગામે બે  એકર ખેતીની જમીન ખરીદ કરી હતી ત્યારે પણ સુરેશ ઉર્ફે ભીમા  કાનજી  પંચાસરાએ ઝઘડો કરી ખેત મજુરોને ભગાડી મૂકયાની કુવાડવા પોલીસમાંફરિયાદ નોંધાઈ હતી. તે   દરમિયાન  સુરેશ ઉર્ફે  ભીમાએ પતિઅને તેણીના  બે પુત્રને મારી નાખવાની ધમકી દઈ બળાત્કાર ગુજાર્યા બાદ સમાજમાં બદનામ કરવાની ધમકી  દઈ ત્રણ વર્ષ સુધી  અલગઅલગ હોટલમાં લઈ જઈ  બળાત્કાર  ગુજાર્યાનું  ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.