Abtak Media Google News

એક રૂમમાં પતિ પંખો ફિટ કરતો તો ત્યારે બીજા રૂમમાં નરાધમે પત્ની ઉપર ગુજાર્યું દૂષ્કર્મ : આરોપીની ધરપકડ

રાજકોટના પોશ એરિયામાં દૂષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક શખ્સ તેના મિત્રના ઘરે રોકાવા માટે આવ્યો હતો ત્યારે તેની પત્ની બેડરૂમમાં હતી અને તેનો પતિ બીજા રૂમમાં પંખો ફિટ કરી રહ્યો હતો ત્યારે ત્યાં ઘસી જઈ તેના પતિના મિત્રએ દૂષ્કર્મ ગુજાર્યાનું જણાવાયું છે. જ્યારે આ વિચિત્ર ઘટનાનો ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસ સમક્ષ પણ કેટલાક સવાલો ઉપસ્થિત થયા હતા. પરંતુ આ કિસ્સાને ગંભીરતાથી લઈ એ- ડિવીઝન પોલીસે તત્કાળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

વિગતો મુજબ ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ગઈ તા.૧૪ના રોજ પતિએ તેને કહ્યું કે, સુરતથી તેનો મિત્ર નિતીન મનસુખ હિરાણી પરિવાર સાથે રાજકોટ રહેવા આવી રહ્યો છે. હાલ તેની પાસે ભાડાનું મકાન ન હોવાથી બે-ત્રણ દિવસ માટે આપણી સાથે રહેશે. જેથી તેણે સહમતિ આપતા બીજા દિવસે નિતીન તેના ઘરે રહેવા આવ્યો હતો. સાથે તેની પત્ની, પુત્ર અને પુત્રી હતા. તે જ દિવસે રાત્રે જમીને બેડરૂમમાં બેસીને બધા વાતચીત કરતા હતા ત્યારે નિતીનના સંતાનોને ઉંઘ આવવા લાગી હતી. પરંતુ બીજા રૂમમાં પંખો ન હોવાથી તેના પતિ ત્યાં પંખો લગાવવા માટે ગયા હતા. તે વખતે નિતીન અને તેનો પરિવાર પણ તે રૂમમાં હતો. આ દરમિયાન તેને ઉંઘ આવતા બેડરૂમમાં જતી રહી હતી.

થોડી વાર બાદ અચાનક નિતીન તેના બેડરૂમમાં ઘસી આવ્યો હતો. દરવાજો અંદરથી બંધ કરી તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યું હતું. બરાબર તે વખતે તેના પતિએ બેડરૂમનો દરવાજો ખખડાવી ખોલવાનું કહેતા નિતીને બે-ત્રણ મિનિટમાં ખોલું તેમ કહ્યું હતું. જો કે તેણે ત્યારે પતિને હકિકત જણાવી ન હતી. બાદમાં પરોઢિયે ૪ વાગ્યે તેનો પતિ તેના રૂમમાં આવ્યો હતો. તે વખતે તેણે આપવીતી કહી હતી. જેથી તેના પતિએ નીતીનની પત્નીને હકિકતો જણાવવાનું કહેતા તેને પણ તેના પતિના કરતૂતો અંગે વાત કરી હતી. તે વખતે નિતીનના બાળકો ઉપર ખરાબ અસર ન પડે તે માટે તત્કાળ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.

બીજા દિવસે સવારે નિતીન પરિવાર સાથે તેના ઘરેથી જતો રહ્યો હતો. આખરે તેણે આજે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો.એ-ડિવીઝન પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી નિતીન મનસુખ હિરાણી (ઉ.વ.૪૬, રહે. હાલ રેલનગર, મહારાણા પ્રતાપ ટાઉનશીપ, સી-૧)ની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.