Abtak Media Google News

ફેશિયલ કે સ્કિન કેર માટે માર્કેટમાં મોંઘાથી લઈને સસ્તા સુધીની અનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ્સ માંથી  એક વિટામિન સી છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

Vitamin C Serum: Best Products, Benefits, Side Effects, How To Use

તમને વિટામિન સીમાંથી બનેલી વિવિધ પ્રોડક્ટ્સ જોવા મળશે, પરંતુ તેને લાગુ કરવાની સાચી રીત બહુ ઓછા લોકો જાણે છે. શું તે દિવસમાં બે વાર ત્વચા પર લગાવવું જોઈએ? આ આર્ટીકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે ત્વચા પર વિટામિન સી પ્રોડક્ટ્સ લગાવો છો તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સવારે લગાવવાથી

ઘણા લોકો માને છે કે સવારે ઉઠીને વિટામિન સી લગાવવાના ઘણા ફાયદા છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને પ્રોટેક્શન પૂરું પાડે છે અને તેને સૂર્યપ્રકાશથી બચાવે છે. આવી સ્થિતિમાં ત્વચા ગ્લો કરવા સક્ષમ બને છે.

રાત્રે લગાવવાથી

Vitamin C Benefits &Amp; Sources: A Complete Guide | Nature Made®

કેટલાક લોકો માને છે કે રાત્રે વિટામિન સી લગાવવું શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં રહેલા તત્વો સૂતી વખતે ત્વચાને સારી રીતે રિપેર કરવામાં સક્ષમ હોય છે અને કોલેજનનું ઉત્પાદન પણ વધે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

જો તમે તેનો ઉપયોગ કરવા માટે નવા છો તો પહેલા પેચ ટેસ્ટ કરો. તેમજ ચહેરા પર લગાવતી વખતે તેની માત્રા ઓછી રાખો.

પ્રોડક્ટ્સ એપ્લાઇ કરતાં પહેલાં, તેના પર લખેલી બધી સૂચનાઓ યોગ્ય રીતે વાંચો.

7 Impressive Benefits Of Vitamin C Supplements

વિટામિન સી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા પહેલા ડરમેટોલોજીસ્ટ સાથે વાત કરો. તમારી ત્વચાના પ્રકારને પણ ધ્યાનમાં રાખો.

જો તમને લાલાશ કે ખંજવાળ જેવી કોઈ સમસ્યા હોય તો ભૂલથી પણ આવી વસ્તુઓ ત્વચા પર ન લગાવો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.