Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં આયોજકોએ ધર્મ મહોત્સવની વિગતો આપી: ભાવિકોને ધર્મ લાભ લેવા કર્યો અનુરોધ

સૌરાષ્ટ્રના પાટનગર અને ધર્મનગરી નું માન ધરાવતા રાજકોટમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ધર્મલાભનો વધુ એક પાવનકારી અવસર આવ્યો છે,” અબ તક”ની મુલાકાતમાં મુખ્ય આયોજક આગેવાનો પ્રોફેસર ડોક્ટર જે.એમ પનારા, અમૃતલાલ પોપટભાઈ; મંદિરના પૂજારી જગદીશભાઈ” જલારામ’ અને” કથાકાર” જનકભાઈ મહેતા એ કાર્યક્રમ વિગતો આપતા જણાવ્યું હતું કે સૂર્યમુખી હનુમાન મંદિર ના પુજારી જગદીશ ભાઈ “જલારામ” ;નારાયણ બાપુ, સોલંકી પરિવાર અને ગોપી મંડળના ઉપક્રમે 15 માર્ચ થી 21 માર્ચ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

કથામાં વ્યાસાસને સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા ભગવત આચાર્ય અને રામાયણ ના પ્રખર વિદ્વાન મરમગ્ન  શાસ્ત્રી જનકભાઈ મહેતા( ડોડીયા વાળા) પોતાની સંગીતમય શૈલીમાં દિવ્ય કથાનું રસપાન કરાવશે.

સૂર્યમુખી હનુમાન મંદિર નાના મવા મેઇન રોડ રાજનગર સોસાયટી સામે સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર પરિસરમાં બાલકદાસ બાપુ અને નારાયણ બાપુના આશીર્વાદથી સમસ્ત પિતૃઓના મુખ સાથે યોજનારી કથા નો પ્રારંભ 15 માર્ચ બુધવારે બપોરે 3:00 વાગે પોથી યાત્રાથી થશે ત્યારબાદ 16 મી એ 7:00 વાગે કપિલ જન્મ 17મીએ સાત વાગે નરસિંહ જન્મ 18 માર્ચે શનિવારે સાંજે 6:30 વાગે વામન રામકૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે 19 માર્ચ રવિવારે સાંજે 7:00 વાગે અન્નકૂટ અને 9:30 વાગે રાસ ગરબા 20 માર્ચે સોમવારે છ વાગે કૃષ્ણ રુક્ષ્મણી વિવાહ અને 21 મી એ બપોરે  12:00 વાગે કથા વિરામ બાદ ભોજન પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ બપોરે ત્રણથી સાત વાગ્યે કથા રસપાન કરવા માટે ધર્મ અનુરોધ કરવામાં આવ્યો છે.

સૂર્યમુખી હનુમાનજી મંદિર હજારો લોકો માટે શ્રદ્ધા નું કેન્દ્ર અને અલૌકિક ધર્મસ્થળ  આસ્થા,વિશ્વાસનું પ્રતીક છે આ મંદિરની સ્થાપના 19 29 માં કરવામાં આવી હતી મંદિર પરિષદમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે હનુમાનજી મહારાજની બાજુમાં રામ પરિવાર બાબા રામદેવ ની મૂર્તિ તેમજ નારણદાસ બાપુ તથા બાલકદાસ બાપુ ની મૂર્તિઓ પણ છે આ ધર્મ અવસરનો લાભ લેવા તમામ ભાવિકોને આયોજક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે સૂર્યમુખી હનુમાનજી મંદિર નાના માવા મેઇન રોડ રાજનગર સોસાયટી સામે આવતીકાલથી શરૂ થનારા આ શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રવત્તિ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.