Abtak Media Google News

બાલાજી મંદિર આયોજીત ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ

સંતો-મહંતો અને રાજકીય આગેવાનોનો મેળાવડો: આજે કેન્દ્રીય મંત્રી રૂપાલા રહેશે ઉપસ્થિત

રાજકોટ શહેરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમા નુતન મંદિરના લાભાર્થે ‘શ્રી મદ્ ભાગવત સપ્તાહ’ તેમજ ‘ઘરસભા’નુ તા.12 થી 18 એપ્રીલ સુધી ભવ્યાતિભવ્ય આયોજનની હારમાળા તૈયાર કરવામા આવી છે. જેમા ગઇકાલે પ્રથમ દિવસે પોથિયાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હાથીની અંબાડિએ સોનાના સિંહાસનમા ‘ભાગવતજી’ને કથા સ્થળ પર યજમાન ચેતનભાઇ રામાણી પરિવાર દ્વારા લઇ જવામા આવ્યા ત્યારે બેન્ડની સુરાવલીથી વાજતે ગાજતે સૌ હરિભક્તોએ રસીયો રાસ રમ્યા ત્યારે વાતાવરણ મંત્રમુગ્ધ થઇ ગયુ હતું. તદઉપરાંત 7 અશ્ર્વરથમા સંતો-મહંતો અને 5 અશ્ર્વમા યજમાન પરિવારના સભ્યો સાથે સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રસ્થાન કરી બાલાજી હનુમાનજી મંદિર સુધી આ નગરયાત્રા આકર્ષણનુ કેન્દ્ર બની હતી તેમજ ધારાસભ્યો, સંસદસભ્યો, પદાધિકારીઓ વિગેરે મહાનુભાવો હર્ષ અનુભવી આ સમગ્ર પ્રસંગના સાક્ષી બન્યા હતા તેમજ આ પ્રસંગે વિશેષરૂપે 11 જવેરાના વૃક્ષોનુ વાવેતર કરીને તેની પણ યાત્રા કાઢી પર્યાવરણનું જતન કરવા માટે નગરવાસીઓને એક પ્રાકૃતીક સંદેશો આપ્યો હતો.

Advertisement

ત્યારબાદ ભાગવત સપ્તાહના પ્રથમ સત્રના વક્તા પૂ. નિલકંઠચરણદાસજી સ્વામીએ ભાગવત સપ્તાહના પ્રથમ સ્કંધનુ મહત્વ સમજાવતા કહ્યુ હતુ કે, આ ઘોર કળયુગમા સર્વપ્રાપ્ત, સુખી-સંપન્ન અને સમૃધ્ધ વ્યકતી પણ આદિ, વ્યાધી, ઉપાધીમાંથી મુક્ત નથી થઇ શકતો ત્યારે જો શાંતી પ્રાપ્ત કરવાનો સંકલ્પ હોય તો એ એકમાત્ર ભાગવત સપ્તાહ કોઇ ને સંભળાવાથી અને સાંભળવાથી જ મળે છે તેમજ પૂ. નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સંસ્કારોનુ સિંચન વારસામા કેમ કરવુ તેવી અનેક પારિવારીક વાતો કરી માતા-પિતા- સંતાનોને ટકોર કરી હતી.

આજે દ્વિતીય દિવસે કેન્દ્રીય કૃષી અને પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થીતી રહેવાની છે તેમજ પોથીયાત્રાની જેમ જ સપ્તાહમા આવતા તમામ પ્રસંગો અને કાર્યક્રમો આવનાર દિવસમા ખૂબ ધામધૂમથી ઉજવવામા આવશે તેમજ જ રાજકિય મહાનુભાવો રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટિલાળા, દર્શીતાબેન શાહ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્ય, પૂર્વ મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ગો-સેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથિરીયા, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજૂલાઇ ધ્રુવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત, પૂર્વ મેયર જનકભાઇ કોટક, બાલાજી વેફર્સના પ્રણયભાઇ વિરાણી, અગ્રણી ઉદ્યોગપતિ કિશોરભાઇ પાંભર, ખોડલધામ ટ્રસ્ટી રાજાભાઇ પરસાણા, 5.લ. માધવજીભાઇ નાદપરા સહિતના અગ્રણીઓ વકતા મહોદય પૂ. નિલકંઠચરણ સ્વામી તેમજ નિત્યસ્વરૂપદાસજી સ્વામી તેમજ સપ્તાહના અધ્યક્ષ સ્થાને બિરાજીત હરિચરણદાસજી સ્વામી, નારાયણ સ્વામી (ખિરસરા), કૃષ્ણવલ્લભ સ્વામી (જુનાગઢ), અક્ષરવત્સલ સ્વામી (અમરાપૂર), પૂ. પ્રેમપ્રકાશદાસજી સ્વામી (પંચાળા), આનંદસ્વર5 સ્વામી (વિસાવદર), પૂ.ભક્તીપ્રકાશ સ્વામી (ખિરસરા), મુનિ સ્વામી તેમજ જેતપુર-સરધાર-રાજકોટના સર્વ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.