Abtak Media Google News

સોમવારથી જયપાર્વતીની વ્રત શરૂ

અષાદ સુદ દશમને શનિવાર તા. 9-7-22 ના  દિવસથી નાની બાળાઓના મોળાકત વ્રતનો પ્રારંભ થશે આ વ્રતમા નાની બાળઓ પાચ દિવસ મીઠા વગરનું ભોજન તથા ફરાળ લેશે આ વ્રત નાની બાળાઓ પાંચ વર્ષ સુધી રહે છે અને ત્યારબાદ વ્રતનું ઉજવણુ કરે છે. વ્રત ઉજવાળા પાંચ નાની બાળાઓને ભોજન કરાવી તેને શણગારની વસ્તુ ભેટમાં આપે છે. મોળાકતનું જાગરણ અષાઢ શુદ પુનમને  બુધવારે  તા.13.7ના દિવસે રાત્રીનાં 12 વાગ્યા સુધીનું જાગરણ છે.

Advertisement

જયાપાર્વતી

જયાપાર્વતીવ્રતનો પ્રારંભ  તા.11.7 ને સોમવારે  થશે. આ વ્રત કુવારી બહેનો રહે છે. ઘણી જગ્યાએ આ વ્રત પરણીત  બહેનો પણ રહે છે. આ વ્રત પણ  પાંચ દિવસ સુધી મોળુ  ખાય અને રહેશે  આવ્રત પણ પાંચ વર્ષ સુધી  રહેવાનું હોય છે.

ઘણા બહેનો લગ્ન થાય ત્યાં સુધી રહે છે. અને સાસરે જઈ અને વ્રતનું  ઉજવણુ કરે  છે.વ્રત ઉજવામાં પાંચ સુવાસીની બહેનોને જમાણી અને સૌભાગ્યની વસ્તુ આપવી.જયા પાર્વતી વ્રતનું જાગરણ તા.15.7ને શુક્રવારે છે.મોળાવ્રતિ અને જયા પાર્વતી રહેવાથી  ખાસ કરીને  આરોગ્ય  સારૂ રહે છે.તથા મોળાકત રહેવાથી ભાગ્યદય અને વિદ્યાબળની પ્રાપ્તી થાય છે.જયાપાર્વતી વ્રત રહેવાથી સાસરૂ અને   પતી સારો મળે છે.શાસ્ત્રી રાજદીપ જોષી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.