Abtak Media Google News

છેલ્લા દોઢ વર્ષથી બંધ ” શર્મિક અન્નપૂર્ણા યોજના” ફરી શરૂ કરાવતા શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા

રાજ્યભરના શ્રમિકોને સસ્તું અને સારું ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકારે શર્મિક અન્નપૂર્ણા યોજના ચાલુ કરી હતી. પરંતુ આ યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ પડી હતી. જેને હોવી નવા શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે આગામી એક માસમાં ફરી એકવાર માત્ર રૂ.૧૦માં શર્મિકોની જઠરાગ્નિ ઠરશે.

રાજય સરકારે ૧૮મી જુલાઈ, ૨૦૧૭ના રોજ શ્રમિકો અને ગરીબો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જોકે કોરોનાની મહામારીના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હતી. જોકે રાજ્યમાં કોરોના કેસોમાં ઝડપી ઘટાડા બાદ સરકારે આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોમાં શ્રમિકો-કામદારોને માત્ર ૧૦ રૂપિયામાં જ ટિફિન અપાતું હતું. જેમાં રોટલી અથવા થેપલાં, શાક, અથાણું કે ચટણી અને લીલાં મરચાં અપાતા હતા. શ્રમિકો વહેલી સવારે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લેતા અને, એ રીતે સવારે ૭થી ૧૧ વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થતું હતું.

જે હવે રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં શ્રમ-રોજગાર મંત્રી તરીકે બિરાજમાન બ્રિજેશ મેરજા દ્વારા આજની બેઠકમાં યોજના ફરી શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. શર્મિકોની એક માસના સમયગાળા બાદ ફરી એકવાર શર્મિક અન્નપૂર્ણા યોજનાનો લાભ મળી રહેશે.

નોંધનીય છેકે તામિલનાડુમાં ગરીબો માટે ૨૦૧૩માં લોન્ચ કરવામાં આવેલી અમ્મા ઉનાવગમ યોજનામાં રૂ.૧,૩ અને ૫માં ઈડલી, પોંગલ, પ્રી-મિક્સ્ડ રાઇસ અને ચપાટી અને દાળ આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ અન્નપૂર્ણા રસોઈ યોજના ચાલે છે, જેમાં રૂ.૫માં નાસ્તો અને રૂ.૮માં બપોરે ભોજન આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.