Abtak Media Google News

બીએપીએસ મંદિરે સાયંસભામાં ૮ હજારથી વધુ ભકતોએ લીધો લાભ

વિશ્વવંદનીય સંતવર્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે  બી.એ.પી.એસ. સંસના આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ બિલીવ ટુ અચીવ વિષય પર પ્રેરક પ્રવચનનો લાભ આપ્યો હતો જેમાં ૮૦૦૦ જેટલા ભક્તો-ભાવિકોએ ઉપસ્તિ રહીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

પૂ.બ્રહ્મવિહારી સ્વામીના ‘બિલીવ ટુ અચીવ’ વિષય પર ઉદ્દબોધન આપતા મુખ્ય ત્રણ વાત જણાવેલ હતી. સૌ પ્રમ બીલીવ ઈન સેલ્ફ એટલે કે સ્વમાં વિશ્વાસ રાખવો. બીજું બીલીવ ઈન અધર્સ એટલે કે સર્વમાં-બધામાં વિશ્વાસ રાખવો અને ત્રીજું બીલીવ ઈન ગોડ  એટલે કે ભગવાનમાં વિશ્વાસ રાખશો તો તમે ધાર્યા કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી શકશો.વધુમાં તેઓએ હાલ આરબ દેશના અબુધાબી શહેરમાં નિર્માણ ઇ રહેલ બેનમૂન શિખરબદ્ધ બી.એ.પી.એસ. મંદિરના ઇતિહાસની વાત કરતા જણાવ્યું હતું કે, પરમ પૂ.પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ અને તેઓનો ભગવાનમાં વિશ્વાસ તેમજ તેઓની પ્રેરણા અને પરિશ્રમને કારણે જ હાલ મંદિરનું નિર્માણ કાર્ય શક્ય બન્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.