Abtak Media Google News

આજથી ફરી ધમધમતી થઇ શહેરની બજારો, સવારના શુભ મુહૂર્તે ધંધા-રોજગાર શરૂ કરનાર વેપારીઓમાં નવા વર્ષની રોનક

આજે લાભ પાંચમ:માં લક્ષ્મીજી- ગણપતિજીનું પૂજન-અર્ચન સાથે ધંધા રોજગાર શરુ કરવાનો દિવસ- એટલે લાભ પાંચમ વાઘબારસથી શરૂ થતો દિપાવલી ઉત્સવનો આજે અંતિમ દિવસ એટલે લાભ પાંચમ જો કે ખાસ કરીને ગુજરાતમાં દેવદિવાળીનું પણ એટલું જ મહત્વ રહ્યું છે. કારતક – સુદ – પંચમી એટલે લાભ પાંચમ આ દિવસને લેખની પાંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી જેવા અનેક નામથી ઓળખવામાં આવે છે.

આજના દિવસે ઘરે ઘેર માતા લક્ષ્મીજી અને ગણેશજીનું પુજન કરવાનું  અનેરુ મહત્વ રહ્યું છે. સુખ અને સમૃઘ્ધિ માટે માતા લક્ષ્મીજી અને ગણેશજી મહારાજના પુજનના મહત્વ સાથે સાથે આજથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર શરુ કરે છે.

જો કે 2078 ના નવા વર્ષે કામકાજના દિવસનો આજથી પ્રારંભ કરવાની પરંપરા પ્રાચિન કાળથી ચાલી આવે છે. ખરેખર તો આજનો દિવસ કોઇપણ કામની નવી શરુઆત કરવા માટેનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. ગુજરતના અમુક પ્રાંતમાં આજના દિવસે વેપારીઓ ફેકટરી સંચાલકો કે અન્ય બીઝનેશ મેન પોતાના કામની શરુઆત શાસ્ત્રો વિધી વિધાન પ્રમાણે કરે છે.

દિવાળીના દિવસે ચોપડા પુજન કરવામાં આવેલ ચોપડામાં આજે લાભ પાંચમના દિવસે સાથીયો કે શ્રી1ા લખી અને ખાતાવહીમાં ખાતુ ખોલતા હોવાની પણ અકે પરંપરા આજ એકવીસની સદીમાં  પણ જોવા મળે છે. જેમાં શુભ લાભનું લેખન પણ હોય છે.

સામાન્ય રીતે ચોપડાનું પુજન દિવાળીના દિવસે થતું હોય છે. પરંતુ કોઇપણ કારણોસર આ દિવસે ચોપડા પુજન ન થઇ શકયું હોય તો આજ લાભ પાંચમના દિવસે પણ ચોપડા પુજન કરી અને ધંધાની શરુઆત થઇ શકે છે તેવી પણ એક માન્યતા છે.

આજ લાભ પાંચમે ઘરો, સોસાયટીઓ, વેપાર ધંધાના સ્થળો વગેરે જગ્યાએ રંગોળીઓ જોવા મળે છે. કયાંય વિવિધ રંગી ડીઝાઇન સાથેની રંગોળી તો કયાંક લક્ષ્મીજીના પગલા તો કયાંંક સ્વસ્તીક નજરે ચડે છે. આજ સવારના શુભ મુર્હુત થી શહેરની બજારોમાં લાભપાંચમના તહેવારને લઇ વેપારીઓ મુહુર્ત સાંચવી અને નવા વર્ષની પાંચમે ધંધા રોજગારની શરૂઆત કરી અને નવા વર્ષના પ્રથમ દિવસે ન મળી શકાયું હોય તેઓને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આવા દ્રશ્યો આજ સવારથી જ શહેરની વિવિધ બજારોમાં જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.