Abtak Media Google News

એન્ટીક કંદોરા બનાવવા આપેલુ 25 કિલો ચાંદી અને સોનાના ઘરેણા બનાવવા આપેલું 400 ગ્રામ સોના સાથે બંગાળી શખ્સ ભાગી ગયો

શહેરમાં સસ્તી મજુરીથી સોના-ચાંદીના ઘરેણા બનાવી આપતા બંગાળી કારીગરો અવાર નવાર ભાગી જતા હોવા છતાં સોની વેપારીઓ લોભ-લાલચના બંગાળી કારીગરો પાસે મોટી રકમનું સોની અને ચાંદી બંગાળી કારીગરને આપી વધુ કમાણી કરવાની લાલસામાં વધુ બે સોની વેપારીએ રૂા.33.58 લાખની કિંમતનું 400 ગ્રામ સોનુ અને 25 કિલોથી વધુ ચાંદી ગુમાવ્યું છે. બંગાળી કારીગર સામે બંને વેપારીએ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં રહેતા અને સોની બજારમાં સિલ્વર એનેક્ષી કોમ્પ્લેક્ષમાં આસી ગોલ્ડના નામથી વ્યવસાય કરતા હિતેશભાઇ મનસુખભાઇ મેંદપરા અને તેની બાજુમાં કુબેર જવેલ્સ નામની દુકાન ધરાવતા પુર્વરાજભાઇ રાજુભાઇ નકુમે એન્ટીક કંદોરા બનાવવા આપેલું 25 કિલો ચાંદી અને સોનાની બુટી બનાવવા આપેલું 400 ગ્રામ સોનું લઇ એજાજુલહબક શેખ નામનો શખ્સ ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મુળ પશ્ર્ચિમ બંગાળના વતની અને રામનાથ પરા શેરી નંબર 4માં રહેતા એજાજુલહક શેખ હાથીખાનામાં સિલ્વર માકેર્ટમાં સોના અને ચાંદીમાંથી ઘરેણા બનાવવાનું કામ કરતા હોવાથી તેને છેલ્લા ત્રણેક વર્ષથી હિતેશભાઇ પટેલ અને પુર્વરાજ નકુમ ઓળખે છે. ગત તા.24-9-22ના રોજ રૂા.14 લાખની કિંમતનું 25 કિલો ચાંદી કંદોરા બનાવવા માટે આપ્યું હતુ. રૂા.3.60 લાખની કિંમતનું 80 મીલી ગ્રામ સોનું બુટી બનાવવા માટે આપ્યું હતું. કુબેલ જવેર્લ્સવાળા પુર્વરાજભાઇ નકુમે રૂા.16 લાખની કિંમતનું સોનું ઘેરણા બનાવવા માટે એજાજુલહક શેખને આપ્યું હતું.એજાજુલહક શેખ રૂા.33.58 લાખની કિંમતના સોના અને ચાંદીમાંથી ઘરેણા બનાવવાના બદલે દોઢેક માસથી ભાગી જતા તેની શોધખોળ હાથધરી હતી. પરંતુ તેની ભાળ ન મળતા અંતે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. ગીરીરાજસિંહ વાઘેલાએ એજાજુલહક શેખ સામે છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.