Abtak Media Google News

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયાના કર્મચારી અને મહિલા મુસાફરે સામ-સામે ફડાકા ઝીંકી દીધા હતા.

બોર્ડિગ માટે મોડુ થઇ જતા મહિલાને ચેક ઇન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલી મહિલાએ કર્મચારીને લાફો મારી દીધો હતો. જેથે કર્મચારીએ પણ મહિલાને ફડાકો ઝીંકી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલા મુસાફર સામે એર ઇન્ડિયાની કર્મચારી પણ મહિલા હોવાનું માલુમ થયું છેબંને વચ્ચનો ફડાકા કાંડ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

જ્યાં મુસાફર અને કર્મચારીએ એકબીજાની માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો. એરપોર્ટમાં કર્મચારીઓ સાથે ગેરવર્તનના અનેક બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેની સામે ઘણી વખત કર્મચારીઓનુ વર્તન પણ મુસાફરો સાથે યોગ્ય ન હોવાનું નોંધાયું છે જેથી આવા બનાવ અવાર-નવાર જોવા મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.