Abtak Media Google News

જનતાદળ સાથે કર્ણાટકમાં ગઠબંધન કરી ભાજપે એક કાકરે બે પક્ષી માર્યા

આવતીકાલે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર સૌની નજર રહેશે ભાજપ કે કોંગ્રેસ કોણ જીતશે તેનો મદાર દેવગૌડાના જનતાદળ (સેક્યુલર) ઉપર છે. કર્ણાટકમાં દેવગૌડાને કીંગ મેકર ગણવામાં આવી રહ્યા છે. ભાજપ હાલ કર્ણાટકમાં દેવગૌડા સાથેના જોડાણમાં છે.

આ જોડાણની મદદથી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ વધુને વધુ બેઠકો જીતવાની રણનીતી ઘડી રહ્યું છે. દેવગૌડાનું જનતાદળ અને માયાવતી બીએસપી એકબીજાના નજીક માનવામાં આવે છે. હાલ કર્ણાટકમાં ભાજપ સાથે જનતાદળ હોય ઉત્તર પ્રદેશમાં બસપા સાથે જનતાદળ બેસી શકે તેવી પરિસ્થિતી નથી

ઉત્તર પ્રદેશ લોકસભા જીતવા માટે સૌથી મહત્વનું રાજય છે. કર્ણાટકમાં જનતાદળ સાથેના ગઠબંધન કરી ભાજપે એક કાકરે બે પક્ષી માર્યા છે. હવે લોકસભા ચૂંટણી સમયે ઉત્તર પ્રદેશમાં માયાવતીની બસપા ભાજપ સામેની ટક્કર જીલી શકે તેવી પરિસ્થિતી ઉભી થશે નહી.

હાલ કર્ણાટકમાં ભાજપ વધુ સીટો મેળવીને પણ જનતાદળને સરકાર સોપી પોતાનો હાથ ઉપર રાખશે ત્યાર બાદ લોકસભા સમયે જનતાદળનો ભરપુર ફાયદો ઉઠાવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ હાલ દલિતને મુખ્યમંત્રી બનાવાશે તો કોઇ વાંધો નથી તે રીતનું નિવેદન આપી દલિતોને રાજી રાખવા પ્રયત્ન કર્યો છે. બીજી તરફ ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવાર યૈદુરપ્પા વડાપ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને મળવા પહોચ્યા છે.

કર્ણાટકમાં ભાજપ ૧૨૫થી ૧૩૦ બેઠકો મેળશે તેવો દાવો યૈદુરપ્પાએ કર્યો છે. અત્યારે તો કર્ણાટકમાં દેવગૌડાની જનતાદળના માધ્યમથી ભાજપ કે કોંગ્રેસની સરકાર રચાશે તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં દેવગૌડા અને ભાજપ વચ્ચેનું જાડાણ સફળ રહેશે તો લોકસભા ચૂંટણી સમયે ઉત્તર પ્રદેશમાં વધુને વધુ બેઠકો મેળવવામાં ભાજપને તકલિફ નહી પડે તેવું રાજકીય વિવેચકો કહી રહ્યા છે.

મોદી…મોદી…મોદી

૬ ટકા લોકો માને છે કે મોદી સરકાર વચનો પૂર્ણ કરશે

દર દસમાંથી છ વ્યક્તિને મોદી સરકાર આપેલા વચનો પૂર્ણ કરશે તેવો વિશ્ર્વાસ છે. તાજેતરમાં સોશ્યલ મિડીયા પર થયેલા સર્વેમાં ફલિત થયું છે કે, ૫૬ ટકા લોકો ભાજપે ચૂંટણી પહેલા આપેલા વચનો ઉપર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. ચાર વર્ષના સમયમાં મોદી સરકારે નોટબંધી, જીએસટી, સ્વચ્છ ભારત અભિયાન, મેકઇન ઇન્ડિયા સહિતના પ્રોજેકટથી દેશમાં બદલાવ લાવવાના પ્રયત્ન કર્યા છે. મોદી સરકારે ભ્રષ્ટ્રચાર, બેરોજગારી, ટેકસ ટેરિરિઝમ અને ઇન્ફ્રાટ્રકચર અંગે સારા કાર્ય કર્યા હોવાનું લોકોનું માનવું છે. આ સર્વે સોશ્યલ મિડીયામાં થયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.