ઇન્ફેક્શનથી બચવા વિવિધ સાવચેતી રાખવી જરૂરી

Screenshot 8

રાજકોટ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં જી ટી શેઠ આંખની હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓની લાંબી કટારો જોવા મળી હતી. શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસ થયા એટલે કે શુક્રવારથી આંખના કેસ આવવાની શરૂઆત થઈ ગઈ છે દિન પ્રતિદિન આ આંખના કેસ વધી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં આંખ આવવાના કેસમાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે.  રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આંખની સારવાર માટે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓ સવારના સમયે પહોંચી જતા હોય છે અને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ સારવાર મેળવતા હોય છે

Screenshot 9

રાજકોટ પંથકમાં આંખ આવવાના કેસમાં થયેલા વધારા બાબતે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ટ ડૉ. રાધેશ્યામ ત્રિવેદીએ કહ્યું હતું કે છેલ્લા થોડા દિવસ થયા આંખ આવવાના કેસ વધ્યા છે.. 15 થી 20 ટકા જેટલો આંખના કેસમાં વધારો આવ્યો છે. આ ઇન્ફેક્શનથી બચવા માટે સાવચેતી ખૂબ જરૂરી છે એક વ્યક્તિને આંખ આવ્યા પછી તે આંખ બીજી વ્યક્તિને ન આવે તે જરૂરી બની ગયું છે.. સાવચેતીના ભાગરૂપે જે વ્યક્તિને આંખ આવ્યું હોય તેમને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવું તેમ જ સન ગ્લાસ પહેરી રાખવા તેમજ અન્ય વ્યક્તિ સાથે આંખ થી આંખ ન મિલાવી.. આંખ આવવાના પ્રાથમિક લક્ષણોમાં જે વ્યક્તિના આંખ આવી હોય તેમની આંખ લાલ થઈ જતી હોય છે… આંખમાં સામાન્ય સોજો પણ આવી જતો હોય છે.. તેમજ આંખમાં બળતરા પણ થતી હોય છે. આવા સંજોગોમાં જો સાવચેતી રાખવામાં આવે તો આ ઇન્ફેક્શનથી બચી શકાતું હોય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.