ભચાઉ: મણીનગર વિસ્તારમાં જર્જરિત વિજ થાંભલાથી લોકો ભય,

વીજતંત્રને થાંભલો દૂર કરવાં કરાઈ  રજુઆત

ભચાઉ નગરના જુના બસ સ્ટેશન નજીક આવેલા મણિનગર વિસ્તારમાં જર્જરિત થાંભલાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. થ્રિ ફેસ વોલ્ટેજની પસાર થતી વિજ લાઈન ક્ષતિગ્રસ્ત થાંભલા પરથી પસાર થઈ રહી છે. જેને લઈ સ્થાનિક લોકો સતત ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. કોઈ પણ સમયે વિજ થાંભલો પડી જવાની સંભાવના લોકો વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે રહેવાસી દ્વારા થાંભલો દૂર ખસેડવા માટે વીજતંત્રમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.

નગરના જુના બસ મથક પાસે કૃષ્ણા હોસ્પિટલ પાછળ આવેલા મણિનગર વિસ્તારમાં  હાઈ વોલ્ટેજ વિલ લાઈન એક જર્જરિત થાંભલા પરથી પસાર થઈ રહી છે. લોકોને ભય છ કે આ થાંભલો પડી ભાંગે તે પહેલાં વીજતંત્ર દ્વારા દૂર ખસેડવામાં આવે. અન્યથા મોટી જાનહાની થવાની સંભાવના રહેલી છે. તંત્ર દ્વારા તાકીદે આ સમસ્યાનું નિવારણ લવાય એવી સ્થાનિકોએ માંગ કરી હતી.