Abtak Media Google News

રાજકોટ: ખેરડીની તરૂણી કુંવારી માતા બનતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

પિતરાઈ ભાઈએ જ લગ્નની લાલચે સગીરાને હવસનો શિકાર બનાવ્યો’તો: દુષ્કર્મનો નોંધાતો ગુનો

રાજકોટના ભાગોળે આવેલા ખેરડી ગામે તરુણી કુંવારી માતા બનતા દુષ્કર્મ આચર્યાનો ભાંડો ફૂટ્યો છે. જેમાં ભોગ બનનાર તરુણીના પિતરાઈ ભાઈએ જ લગ્નની લાલચે હવસનો શિકાર બનાવ્યો હોવાનુ સામે આવતા પોલીસે તેની સામે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ભાગોળે આવેલા ખેરડી ગામે ખેત મજૂરી કરતા પરિવારની સગીરવયની પુત્રીની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સગીરાએ બાળકને જન્મ આપતા કુંવારી માતા બનતા કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ પાંડાવદરા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સીમમાં ખેત મજૂરી કરતી સગીરા પર મહીસાગર જિલ્લાના ગાડિયા ગામે રહેતા તેના પિતરાઈ ભાઈ વિજય સવજી કલાસવા નામના શખ્સે જ લગ્નની લાલચ આપી અવારનવાર રાજકોટ આવી દુષ્કર્મ ગુજારતો હોવાનું જાણવા મળ્યું છે.

જેથી પોલીસે વિજય સામે દુષ્કર્મનો ગુનો નોંધી મહીસાગર પોલીસને જાણ કરી નરાધમને પકડવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.