Abtak Media Google News

પૌત્રીની ઉંમરની બાળકીનો દેહ અભડાવતા વૃદ્ધ વિકૃતની પોલીસે કરી ધરપકડ : વિકૃત વૃદ્ધ સર્વત્ર ફિટકાર

રાજકોટમાં ૮૬ વર્ષના વાસનામાં અંધ બનેલા વયોવૃધ્ધે પોતાની પૌત્રીની ઉંમરની સાત વર્ષની અબુધ બાળાને લલચાવી તેના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ ભકિતનગર પોલીસને થતા પોલીસે વિકૃત વૃદ્ધ સામે દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.જ્યારે આ મામલે વિકૃત વૃદ્ધ સર્વત્ર ફિટકાર વરસાવામાં આવી રહ્યો છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ આનંદનગરમાં બ્લોક નં-૮માં ગ્રાઉન્ડમાં ફલોરના કવાર્ટરમાં રહેતા વેલજી ભુરા પીઠવા (ઉ.વ.૮૬) આજે સવારે પોતાના કવાર્ટરની બહાર રમતી સાત વર્ષની બાળાને પોતાના કવાર્ટરમાં લઈ ગયો હતો. દરવાજો અંદરથી બંધ કરી તેણે બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો.બાળાએ વિરોધ કરતા તેને ચુપ કરાવી દીધી હતી. મહામહેનતે બાળા રડતી રડતી કવાર્ટરની બહાર નિકળી હતી અને આંખમાં આસુ સાથે વાલીઓને આપવિતિ કહેતા પાડોશીઓને પણ જાણ થઈ ગઈ હતી.

જેથી મહિલા હેલ્પલાઈન અભયમનો સંપર્ક કરતા તેનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. અભયમના સ્ટાફ પણ માહિતી મેળવી સ્તબ્ધ થઈ ગયો હતો. આખરે અભયમના સ્ટાફે ભોગ બનનાર બાળાની પુછપરછ કરતા તેણે આપવિતિ કહી હતી. જેથી અભયમનો સ્ટાફ, ભોગ બનનાર બાળા અને તેના વાલીઓને લઈ ભકિતનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.જયાં પીએસઆઈ એ.જે.લાઠીયા અને રાઈટર નિલેશભાઈ મકવાણાએ માહિતી મેળવી ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી આરોપી વેલજી સામે દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી.આ ઘટનાની સમગ્ર મામલે આરોપી વેલજી પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.