Abtak Media Google News

બિસ્કીટની લાલચ આપી દુકાનદારે પુત્રીની ઉંમરની બાળકીનો દેહ પિંખી નાખ્યો

વીટનેશ કમ્પનશેસન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂા.5 લાખનું વળતર ચુકવવા અદાલતનો હુકમ

અબતક, વિનાયક ભટ્ટ, ખંભાળિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં બે વર્ષ પહેલા માસુમ બાળાનો દેહ પિંખી નાખવાના ગુનાના કેસ ખંભાળીયાની અદાલતમાં ચાલી જતા નરાધમને 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કરી અને ભોગ બનનારને રૂા.5 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.

વધુ વિગત મુજબ ભાણવડના ગ્રામ્ય પંથકની સાડા આઠ વર્ષની માસુમ બાળકીને બિસ્કીટની લાલચ આપી દુકાનદાર સંદીપ રવજી શીંગળીયા નામના નરાધમ શખ્સે ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી સંદીપ શીંગળીયાની ધરપકડ કરી પ્રાથમિક તપાશમાં આરોપી અને ફરિયાદીના સસરા દુરના સગા થતા હોવાથી અવાર-નવાર ઘરે આવતો હોય તેમજ ભોગ બનનાર દાદાના ઘરે આવેલી ત્યારે દુકાનદાર આરોપીએ બિસ્કીટની લાલચ આપી બે વખત દુષ્કર્મ આચર્યાની કબૂલાત આપતા તપાશ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો.

સ્પે.પોક્સો કોર્ટ ખંભાળીયાનાઓએ સ્પે.પોક્સો કેસ ચાલવા ઉપર આવેલ જેમાં ફરીયાદી ભોગબનનાર મેડીકલ ઓફીસરની જુબાની એફ.એસ.એલ.નો રિપોર્ટ તેમજ સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર.ચાવડાની દલીલો ધ્યાને લઇ ખંભાળીયાની સ્પે.પોક્સો કોર્ટે આરોપી સંદીપ રવજી શીંગળીયાને આઇ.પી.સી.કલમ 376 (3), 376 (એ,બી)માં તક્સીરવાન ઠરાવી અને પોક્સો એક્ટની કલમો હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.22000નો દંડ ભરવા હુકમ ફરમાવેલો છે તેમજ ભોગબનનારની ઉંમર બનાવ સમયે સાડા આઠ વર્ષની હતી અને તેણી દુષ્કર્મનો ભોગ બનેલ તેથી તેના સામાજીક, આર્થિક, માનસિક પુનવર્સન માટે ભોગબનનારને વીટનેસ કમ્પનશેસન સ્કીમ હેઠળ રૂ.500000નું વળતર ચુકવવા અદાલતે હુકમ કરેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.