ગાંધીધામના કોંગી ઉમેદવાર ભરત સોલંકીએ કર્યો આપઘાતનો પ્રયાસ

વિધાનસભાની આજે યોજાયેલી મત ગણતરી દરમિયાન કચ્છ જિલ્લાના કેન્દ્રમાં ગાંધીધામ ખાતે મત ગણતરી કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ સોલંકીએ ઇવીએમમાં ગોટાળા ના આક્ષેપ સાથે ગળાફાસા ખાવાનો પ્રયાસ કર્યો છે. આ બનાવથી રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે.

જ્યારે તેને તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મત ગણતરીમાં ભાજપ સતત આગળ રહેતા તેમને ઇવીએમમાં ગોટાળો હોવાના આક્ષેપો સાથે ગળાફાંસો ખાય આપઘાત નો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.