Abtak Media Google News

રાજકોટના રવિરત્ન પાર્કમાં થયેલા ડિમોલિશન પ્રક2ણમાં 15 વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ કોર્પોરેટરો, અગ્રણીઓ સહિતના ટોળા દ્વારા થયેલ તોડફોડ પ્રક2ણમાં ધનસુખ ભંડે2ી, નીતીન ભા2ઘ્વાજ, કમલેશ મીરાણી સહીતના દશ આરોપીને અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ 15 વર્ષ પહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ વિજિલન્સ અધીકારી જી.કે. જાડેજાએ રાજકોટ એ.ડીવીઝનમા પુર્વ કોર્પોરેટર ધનસુખ ભંડેરી, નીતીન ભારઘ્વાજ, કમલેશભાઈ મીરાણી,માવજીભાઈ ડોડીયા, વિશ્વ હિન્દુ પરીષદના શાંતુભાઈ હરીભાઈ, અમીત ભોરણીયા કોર્પોરેટર, આર.સી. પટેલ, લાભુ વસ્તા, સારા જોગરાણા, પ્રવિણભાઈ લોધેશ્વર વગેરેએ  200 થી 250 માણસોનું ટોળુ મ્યુનિ. કોર્પોરેશનમા લાવી તોડફોડ કરવા સંબંધેની ફરીયાદ એ. ડિવિ. પો.સ્ટે.માં દાખલ કરી હતી.

ફરીયાદમાં લખાવેલ હતું કે ઉપરોક્ત આરોપીઓ બસોથી અઢીસો માણસોના ટોળા સાથે અને રવિ રત્ન પાર્કમાં ગે2કાયદેસર બાંધકામ મ્યુનિ. કોર્પોરેશને દૂર કરેલ હોય તેના અંગે મ્યુ. કમિશ્નરની ઓફીસે કોઈપણ પરમિશન લીધા વગર આવી અને ટોળાએ જાહેરનામાનો ભંગ કરી અને મ્યુનિ. કોર્પોરેશનની પ્રોપર્ટીની તોડફોડ કરેલ તથા બારી બારણાના કાચ, નેઈમ પ્લેટો તોડી નાખેલ અને 2000 રૂપિયાનું નુકશાન કરેલ હોય પબ્લિક પ્રોપર્ટી એકટ વગેરે હેઠળની ફરિયાદ કરેલ હતી. જેની તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ મુકેલ હતું.

આ કેઈસ ચીફ જયુ.મેજી. સમક્ષ ચાલેલ દરમ્યાન બે આરોપીઓ અમિત ભોરણિયા અને લાભુ વસ્તા બંને ગુજરી જતા 10 આરોપી સામે કેઈસ ચાલેલ હતો. જેમા જી. કે. જાડેજા ચીફ વિજિલન્સ અધીકારી, પંચો, કોર્પોરેશનના કર્મચારીઓ, પોલીસ, પી.એસ.આઈ. વિગેરેને કુલ 15 સાહેદોને તપાસવામા આવેલ હતા. અને બાદમાં આરોપીના વકીલ ઘ્વારા દલીલ ક2વામાં આવેલ અને જુદી જુદી કોર્ટોના ચુકાદાઓ 2જુ ક2વામાં આવેલ હતા.

આ તમામ પુરાવાઓ ઘ્યાને લઈ આરોપી ભાજપ અગ્રણીઓ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી સહીતના દશેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો આદેશ કરેલ હતો.આ કામમા આરોપીઓ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટ અંશ ભારદ્વાજ, દિલીપ પટેલ, પિયુષ શાહ, ધીરજ પીપળીયા, નીતેશ કથીરિયા, ગૌતમ પરમાર, અમૃતા ભારઘ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નશીત, નિવીદ ભારદ્વાજ, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, ડો.તારક સાવંત, કાર્તીકેય મહેતા, ગૌરાંગ ગોકાણી રોકાયેલા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.