ભરૂચ : નર્મદા ચોકડી નજીક બસ પલ્ટી ખાતા ૧૫ મુસાફરો ઘવાયા…

ભરુચ નજીક મોડી રાત્રે મુસાફર ભરીને નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી લકઝરી બસ જામનગર તરફ જઈ રહી હતી હતી. ત્યારે લકઝરી બસ ડ્રાઇવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં બસ બેકાબૂ થઈને પલ્ટી મારી ગઈ હતી.

 

બસની અંદર બેઠેલા તમામ મુસાફરો ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યા હતા હતો. આ ઘટના સર્જાતા સ્થાનિક લોકો દોડી પોલીસે રેસ્ક્યુ હાથ ધરી બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા.


આ અકસ્માતમાં ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામાં ઇજાગ્રસ્ત વ્યકતીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા