WHATSAAPનું ભોપાળું: સાયબર ચોરો 50 કરોડ ગ્રાહકોના ડેટા ચોરી ગયા..!

ગણતરીની સેકન્ડમાં તમને વિશ્વનાં કોઇપણ ખૂણે સીધો સંપર્ક કરાવવાની ટેકનીક સાથે કોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ લાવનારા વોટસઅપ, ટ્વિટર, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મિડીયાનાં નેટવર્કીગ પ્લેટફોર્મ તમને ગણતરીની સેકન્ડમાં વિશ્વભરમાં ઉઘાડા પણ પાડી શકે છૈ. આના જેટલા પોઝીટીવ મુદ્દાઓ છૈ એના કરતા ઘણા વધારે નેગેટિવ પાસાંઓ પણ છે. જે હવે આ ટૂલ્સનો ઉપયોગ કરનારાઓને પરેશાન કરી રહ્યા છે. સમાચાર આવ્યા છે કે સાઇબર ક્રિમિનલોએ વોટસઅપનાં આશરે 50 કરોડ ઉપભોક્તાઓનાં મોબાઇલ ફોન નંબરો અને આ નંબરો સાથે જોડાયેલી વિગતનો જાહેરમાં વેચવા મુકી છે.  જેમાં ભારતનાં પણ આશરે   60 લાખ નંબરો હોવાનું જણાવાયું છે. આમ તો ભારત સહિત કુલ 84 દેશોનાં નાગરિકોના નંબરો આ સાઇબર માફિયા ચોરી ગયા છે અને હવે 75000 રૂપિયાથી માંડીને 2,00,000 લાખ રૂપિયા સુધીનાં ભાવનું લિસ્ટ જાહેર કર્યુ છે. વિવિધ દેશોનાં ડેટા બેઇઝનાં અલગ-અલગ ભાવ રાખવામાં આવ્યા છે.

જેમ જેમ વિશ્વ ઍપ, ઇન્ટરનેટ અને મોબાઇલનાં સ્ક્રીન આધારિત થતું જાય છે તેમ તેમ સાઇબર ક્રાઇમનાં કિસ્સાઓ વધતા ગયા છૈ. યાદ રહે કે ગત વર્ષે  એક હેકરે ફેસબુકનાં 50 કરોડથી વધારે સબસ્ક્રાઇબરોનાં ડેટાબેઝ લીક થયા બાદ મફતમાં વેચાવા મુક્યા હતા.હાલમાં વિશ્વની કુલ આઠ અબજની વસ્તીમાંથી બે અબજથી વધારે લોકો WHATSAAPનાં સબસ્ક્રાઇબર છે. આ ગ્રાહકોએ કુલ પાંચ અબજ વાર પોતાના મોબાઇલમાં વોટસએપ ડાઉન લોડ કર્યુ છે.  આશરે 100 થી વધારે દેશોમાં વોટસઅપનો ફેલાવો છે. જેમાં ભારત આશરે 40 કરોડ ગ્રાહકો સાથે ટોચ ઉપર છે. આ ઉપરાંત બ્રાઝિલ 11 કરોડ, અમેરિકા 7.5 કરોડ અને ઇન્ડોનેશિયા આશરે સાત કરોડ ગ્રાહકો સાથે પ્રભુત્વ ધરાવે છૈ. આ વખતે જે ડેટાની ચોરી થઇ છે તેમાં ભારત ઉપરાંત, અમેરિકા, યુકે, ઇજિપ્ત, ઇટાલી તથા સાઉદી અરેબિયા સહિતનાં દેશોનો સમાવેશ છૈ. સાઇબર નિષ્ણાંતો કહે છે કે હેકરોઐ ફીશિંગ એટેક દ્વારા ગ્રાહકોના ડેટાની ચોરી કરી છે.  વોટસઅપ હાલમાં વૈશ્વિક બ્રાન્ડ છે, 2021 માં તેની આવક 8.7 અબજ ડોલરની હતી. આમછતાં ગ્રાહકોની પ્રાઇવસી અને વિશ્વાસમાં આવડાં મોટા છીંડા પડે તે ક્યાં સુધી વ્યાજબી છૈ? નેટબેંકિંગ અને મોબાઇલ બેંકિંગ વપરાશમાં ભલે ઘેરબેઠા અને ઝડપી કરી શકાતા હોય પરંતુ હેકરો જ્યારે બેંક ખાતા ઉપર હાથફેરો કરી જાય ત્યારે ગણતરીની મિનીટોમાં ખાતાધારક રસ્તા ઉપર આવી જતાં હોય છે. અહીં પણ વોટસઅપનાં 50 કરોડ ગ્રાહકોની કઇ અને કેટલી વિગતો જાહેર થઇ જશૈ ઐ કોઇ જાણતું નથી. આ ઉપરાંત આ 50 કરોડ નંબરોમાંથી ગમેતે નંબરનો ઉપયોગ સાઇબર ચોરો ફીશિંગ કે અન્ય હેકિંગની પ્રવûતિમાં કરે તો આખું માળખું ખોરવાઇ શકે છૈ.આ અહેવાલો બાદ હજુ મેટા કંપનીનાં સંચાલકો કાંઇ બોલ્યા નથી પણ બનાવ બન્યો છૈ ઐ હકિકત છે. વાત તો એવી પણ છે કે હેકરોએ ગ્રાહકોની વિગતો અન્ય વેબસાઇટો હેક કરીને લીધી હોઇ શકે. જો આવું હોય તો પણ ગ્રાહકોને તો નુકસાન ભોગવવાનું જ છૈ.  આમાં પણ વિશ્વમાં વધારે વસ્તી ધરાવતા દેશ હોવાના નાતે બારતનાં ઉપોભોક્તાઓને વધારે નુકસાન થવાની સંભાવના રહે છે. હજુ તો હાલમાં જ સરકારે દેશમાં 5 ૠ સેવા લોંચ કરવાની જાહેરાત કરી છે. આપણા ગુજરાતમાં જ કુલ 33 જિલ્લા મથકોઐ 5 ૠ  ઉપલબ્ધ કરવાની પહેલ થઇ છે. ત્યારે સાયબર સિક્યોરીટીમાં આવા છીંડા ન પડે તેના માટે ચુસ્ત પગલાં લેવા જરૂરી છે.

રિલાયન્સ જીયોનું 5ૠ નેટવર્ક ગુજરાતનાં તમામ 33 મુખ્ય મથકોએ ઉપલબ્ધ

વિધાનસભાની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રિલાયન્સે આખા ગુજરાતને 5 ૠ નેટવર્કથી જોડવાની જાહેરાત કરી છે. તમામ જિલ્લાનાં જિલ્લા મથકોઐ હવે જીયો ટ્રુ ની 5 ૠ  સેવા ઉપલબ્ધ થઇ છે. જીયોની વેલકમ ઓફર માં ગ્રાહકોને એક જી.બી ડેટા ફ્રી આપવામાં આવશે. ડેનો કોઇ વધારાનો ચાર્જ નહીં લાગે. આગામી દિવસોમાં જીયોની સર્વિસ શિક્ષણ, હેલ્થકેયર, કૃષિ તથા સાયન્સના વિવિધ ઉદ્યોગોને પણ ઓફર કરવામાં આવશે. નજીકનાં સમયમાં રાજ્યની 100 શાળાઓને 5 ૠ નેટવર્કથી જોડી દેવાનું લક્ષ્યાંક છે. હાલમાં ભારતમાં જીયો અને એરટેલ દ્વારા ભારતમાં 5 ૠ સેવા શરૂ કરવામાં આવી છે. જીયોની ગજરાતમાં શરૂ થયેલી સર્વિસમાં ગ્રાહકોને 4 ૠ નેટવર્ક ઉપર જરાપણ નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી. વળી તે 700 ખઇું, 3500 ખઇું તથા 26 ૠઇું વર્ણપટમાં ઉત્તમ કનેક્ટીવીટી આપશે.